Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મતદાર યાદી સુધારણા ઝુંબેશની માહિતી અપાઈ:નવરાત્રિ મહોત્સવોમાં સ્વીપ ટીમ દ્વારા મતદાર યાદી સુધારણા ઝુંબેશ અંગે માહિતગાર કરાયા

    13 hours ago

    પોરબંદરમાં નવરાત્રિ મહોત્સવોમાં સ્વીપ ટીમ દ્વારા મતદાર યાદી સુધારણા ઝુંબેશની માહિતી અપાઈ હતી.જેમાં ગરબે ઘૂમતા ખેલૈયાઓ અને નાગરિકોને નામ નોંધણી તેમજ જરૂરી સુધારા-વધારા કરવા માટે પ્રેરિત કરાયા હતા. પોરબંદર જિલ્લા ચૂંટણી તંત્રની સ્વીપ ટીમ દ્વારા નવરાત્રિ મહોત્સવમાં મતદાર યાદીના સતત સુધારણા કાર્યક્રમ અંગે લોકજાગૃતિ ફેલાવવામાં આવી હતી. શહેરના રાસોત્સવોમાં ઉપસ્થિત ખેલૈયાઓ અને દર્શકોને પોતાના મતાધિકારના રક્ષણ અને મતદાર યાદીમાં નામની ચકાસણી કરવા માટે માહિતગાર કરવામાં આવ્યા હતા.​ આ ઝુંબેશ અંતર્ગત મતદાર યાદીમાં નવા નામની નોંધણી કરાવવા, અવસાન કે સ્થળાંતરના કિસ્સામાં નામ કમી કરાવવા તેમજ સરનામું કે વિગતો સુધારવા જેવી બાબતો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સ્વીપ ટીમ દ્વારા લિયો ગ્રુપ નવરાત્રી, થનગનાટ ગ્રુપ નવરાત્રી, ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ તેમજ સમસ્ત ખારવા જ્ઞાતિ સમાજ સહિતના વિવિધ જાણીતા નવરાત્રિમાં ઉપસ્થિત વિશાળ જનમેદનીને લોકશાહીના મહાપર્વમાં જોડાવા અને મતદાર યાદીમાં જરૂરી સુધારા કરવા અનુરોધ કરાયો હતો.
    Click here to Read More
    Previous Article
    વિલા સર્કિટ હાઉસ ખાતે જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ બેઠક:બાકી વસૂલાત,નિવૃત્ત કર્મીઓમાં પેન્શન કેસ, નાગરિકોની અરજીઓનો સત્વરે નિકાલ કરો
    Next Article
    કેન્દ્રીયમંત્રીની ઉપસ્થિતિમાં દિશા સમિતિની બેઠક યોજાઇ:વિકાસ માટે શિક્ષણ અનિવાર્ય, શાળાઓની સુવિધાઓ સુદૃઢ કરો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment