Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિલા સર્કિટ હાઉસ ખાતે જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ બેઠક:બાકી વસૂલાત,નિવૃત્ત કર્મીઓમાં પેન્શન કેસ, નાગરિકોની અરજીઓનો સત્વરે નિકાલ કરો

    14 hours ago

    પોરબંદરના વિલા સર્કિટ હાઉસ ખાતે જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ બેઠક યોજાઈ હતી,જેમાં બાકી વસૂલાત,નિવૃત્ત કર્મીઓમાં પેન્શન કેસ અને નાગરિકોની અરજીઓનો સત્વરે નિકાલ કરવા સૂચના આપવામાં આવી હતી. પોરબંદર જિલ્લા કલેક્ટર એસ. ડી. ધાનાણીના અધ્યક્ષસ્થાને વિલા સર્કિટ હાઉસ ખાતે જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. સરકારી કચેરીઓ વચ્ચે સુદૃઢ સંકલન જળવાય અને નાગરિકોને સરકારી યોજનાઓ તેમજ સેવાઓનો લાભ કોઈપણ વિલંબ વિના ઝડપથી મળે તે દિશામાં કલેક્ટરે ઉપસ્થિત તમામ વિભાગીય વડાઓને સ્પષ્ટ માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી. આ બેઠક દરમિયાન પ્રજાકીય પ્રશ્નોને પ્રાથમિકતા આપતાં તાકીદ કરી હતી કે વિવિધ કચેરીઓમાં આવતી નાગરિકોની અરજીઓનો નિયત સમયમર્યાદામાં હકારાત્મક નિકાલ થવો જોઈએ. આ ઉપરાંત સરકારી તિજોરીને લગતી વિવિધ વિભાગોની બાકી વસૂલાતની કામગીરીને ટોચ અગ્રતા આપી સમયસર પૂર્ણ કરવા સૂચના અપાઈ હતી. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી બી. બી. ચૌધરી, એસપી ભગીરથસિંહ જાડેજા, નિવાસી અધિક કલેક્ટર આશિષ મીયાત્રા, ડીઆરડીએ નિયામક રેખાબા સરવૈયા તેમજ પ્રાંત અધિકારી સંદીપ જાદવ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નિવૃત્તિ વેળાએ જ પેન્શન લાભો ચૂકવવા તાકીદ સરકારી સેવામાંથી વયનિવૃત્ત થતા કર્મચારીઓને પેન્શન માટે કચેરીઓના ધક્કા ન ખાવા પડે તે માટે કલેક્ટરે કડક વલણ અપનાવ્યું હતું. તેમણે તમામ કચેરીઓને સૂચના આપી હતી કે કર્મચારી નિવૃત્ત થાય તે પહેલાં જ તેના પેન્શન પેપર્સ અને કેસનું આગોતરું આયોજન પૂર્ણ કરી લેવા સૂચના અપાઈ હતી.
    Click here to Read More
    Previous Article
    બેઠકમાં અનેક રજૂઆતો થઈ‎:ખારવા સમાજના પ્રશ્નો મંત્રીને સાંભળ્યા, ઉકેલની ખાતરી
    Next Article
    મતદાર યાદી સુધારણા ઝુંબેશની માહિતી અપાઈ:નવરાત્રિ મહોત્સવોમાં સ્વીપ ટીમ દ્વારા મતદાર યાદી સુધારણા ઝુંબેશ અંગે માહિતગાર કરાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment