Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બેઠકમાં અનેક રજૂઆતો થઈ‎:ખારવા સમાજના પ્રશ્નો મંત્રીને સાંભળ્યા, ઉકેલની ખાતરી

    14 hours ago

    પોરબંદરના સાંસદ અને કેન્દ્રીયમંત્રીએ પોરબંદરના ખારવા સમાજની મુલાકાત લીધી હતી.આ મુલાકાત દરમ્યામ માછીમારી, એક્સપોર્ટ અને પ્રાથમિક સુવિધાઓ મુદ્દે રજૂઆતો કરવામાં આવી હતી ત્યારે કેન્દ્રીય મંત્રીએ ખારવા સમાજના પ્રશ્નો સાંભળી ઉકેલની ખાતરી આપી હતી. પોરબંદર લોકસભા સાંસદ અને કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાએ પોરબંદર સ્થિત સમસ્ત ખારવા જ્ઞાતિ પંચાયત મંદિરની રૂબરૂ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન કેન્દ્રીય મંત્રીએ ખારવા સમાજના પંચ-પટેલો, હોદ્દેદારો તેમજ વિવિધ બોટ એસો.ના પ્રતિનિધિઓ સાથે સંવાદ સાધી સાગરખેડૂતો અને સમાજને સ્પર્શતા વિવિધ પડકારો અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા હાથ ધરી હતી. બેઠક દરમિયાન જ્ઞાતિના પ્રતિનિધિઓ દ્વારા માછીમારી ઉદ્યોગને નડતરરૂપ પ્રશ્નો, ફિશ એક્સપોર્ટમાં પડતી અડચણો, જેટી અને બંદર પર માળખાકીય સુવિધાઓ તેમજ સ્થાનિક જનસુવિધાઓ અંગે વિસ્તૃત રજૂઆતો કરવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રીએ તમામ મુદ્દાઓ ધ્યાનપૂર્વક સાંભળી યોગ્ય કક્ષાએ સકારાત્મક ઉકેલ લાવવાની ખાતરી આપી હતી. આ સાથે તેમણે ખારવા સમાજની પરંપરાગત એકતા, શિસ્તબદ્ધ સંગઠનશક્તિ અને લોકશાહી ઢબે ચાલતી વહીવટી પ્રણાલીની મુક્તકંઠે પ્રશંસા કરી હતી.
    Click here to Read More
    Previous Article
    પોરબંદર:સાંદીપનિથી ઓવરબ્રિજનો માર્ગ પહોળો કરવાની કામગીરી તેજ બની
    Next Article
    વિલા સર્કિટ હાઉસ ખાતે જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ બેઠક:બાકી વસૂલાત,નિવૃત્ત કર્મીઓમાં પેન્શન કેસ, નાગરિકોની અરજીઓનો સત્વરે નિકાલ કરો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment