Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિજલપોરના શિવાજી ચોકમાં RVD પ્રમુખના જન્મદિવસની ઉજવણી પર વિવાદ:બે જૂથ સામસામે આવ્યા, પોલીસે સમયસર પહોંચી સ્થિતિ સંભાળી

    6 days ago

    નવસારીના વિજલપોર સ્થિત શિવાજી ચોકમાં રાષ્ટ્રીય વિદ્યાર્થી દળ (RVD) ના પ્રમુખના જન્મદિવસની ઉજવણી બાબતે બે જૂથો વચ્ચે બોલાચાલી થઈ હતી. વિજલપોર પોલીસે સમયસર પહોંચી ટોળાને વિખેરી નાખતા મોટો બનાવ ટળ્યો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ગઈકાલે RVD પ્રમુખ જય નાયકનો જન્મદિવસ હતો. RVD શાખા પ્રમુખ ગણેશ કોળી (આબ્યા) અને તેમના સમર્થકોએ શિવાજી મહારાજની પ્રતિમાને ફુલહાર અર્પણ કરી કેક કાપવાનો કાર્યક્રમ રાખ્યો હતો. બીજા પક્ષના ગણેશ ગુટ્ટે અને તેમના સમર્થકોએ આ કાર્યક્રમ સામે વાંધો ઉઠાવ્યો. તેમનું કહેવું હતું કે જય નાયક સ્થાનિક નથી, તેથી જાહેર રોડ પર ઉજવણી યોગ્ય નથી. બોલાચાલી થતા વિજલપોર પી.આઈ. સચિન પવાર અને તેમની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે લોકોને સમજાવીને ટોળું વિખેરી નાખ્યું. હાલ પરિસ્થિતિ શાંત અને નિયંત્રણ હેઠળ છે.
    Click here to Read More
    Previous Article
    બનાસકાંઠા કોંગ્રેસમાં ચૂંટણી પહેલા હલચલ તેજ:જિલ્લા પ્રમુખની વરણી માટે AICC ઓબ્ઝર્વર દ્વારા સેન્સ પ્રકિયા શરૂ
    Next Article
    ભરૂચમાં ‘સેવા જ્યોતિ યાત્રા’ યોજાઈ:‘2047 સુધીમાં ભારતને વિકસિત અને સંસ્કારી રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ': પ્રભારી મંત્રી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment