Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચમાં ‘સેવા જ્યોતિ યાત્રા’ યોજાઈ:‘2047 સુધીમાં ભારતને વિકસિત અને સંસ્કારી રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ': પ્રભારી મંત્રી

    6 days ago

    ભરૂચ શહેરમાં ‘સેવા સંકલ્પ અભિયાન-2026’ અંતર્ગત જનસેવાકીય કાર્યક્રમો થઈ રહ્યા છે. 7 ઓક્ટોબરે દૂધધારા ડેરી ગ્રાઉન્ડ ખાતે ‘સેવા જ્યોતિ યાત્રા’ યોજાઈ હતી. આ કાર્યક્રમમાં રાજ્યના શિક્ષણ અને સંસદીય બાબતોના રાજ્યમંત્રી તથા ભરૂચ જિલ્લાના પ્રભારી મંત્રી પ્રફુલ પાનસેરિયા અને ગણપતસિંહ વસાવા હાજર રહ્યા. પ્રભારી મંત્રી પ્રફુલ પાનસેરિયાએ કહ્યું કે, ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ દેશભરમાં બંધુત્વના ભાવ સાથે આગળ વધી રહી છે. 2047 સુધીમાં ભારતને વિકસિત, સંસ્કારી અને ગૌરવવંતું રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ છે. તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 25 વર્ષ રાષ્ટ્રસેવામાં આપ્યા છે. ‘સેવા જ્યોતિ’ દ્વારા સમાજના દરેક વર્ગને રાષ્ટ્રની પ્રગતિ સાથે જોડવાનો પ્રયાસ છે. કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ પરેશ લાડ, સંગઠન પ્રભારી પરાક્રમસિંહ જાડેજા, ધારાસભ્યો રમેશ મિસ્ત્રી, અરૂણસિંહ રણા, ડી.કે. સ્વામી, જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલ રાજ, પાલિકા પ્રમુખ દેવેન્દ્રસિંહ વસાવા, કલેક્ટર ડો. નવનાથ ગવ્હાણે, વિકાસ અધિકારી યોગેશ કાપસે, પોલીસ વડા અક્ષયરાજ મકવાણા ઉપસ્થિત હતા.
    Click here to Read More
    Previous Article
    વિજલપોરના શિવાજી ચોકમાં RVD પ્રમુખના જન્મદિવસની ઉજવણી પર વિવાદ:બે જૂથ સામસામે આવ્યા, પોલીસે સમયસર પહોંચી સ્થિતિ સંભાળી
    Next Article
    વલસાડમાં કચરાના ટેમ્પોના 2 ચાલકો દારૂના નશામાં ઝડપાયા:દારૂની પોટલીઓ સાથે પકડાયા, સ્થાનિકોએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment