Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તાપીમાં દશામાની 200થી વધુ પ્રતિમાઓનું વિસર્જન:વિવિધ વિસ્તારમાં ભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યાં, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

    13 hours ago

    તાપી જિલ્લામાં દશામાના તહેવારની પૂર્ણાહુતિ થઈ છે. જિલ્લાભરમાં દશામાની 200થી વધુ પ્રતિમાઓનું વિવિધ તળાવો અને નદીઓમાં શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન કરાયું હતું. કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. વ્યારા, સોનગઢ, ડોલવણ, વાલોડ અને નિઝર સહિત તાપી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં દશામાના ભક્તો મોટી સંખ્યામાં નદી કિનારે એકત્ર થયા હતા. મોડી રાત્રેથી વહેલી સવાર સુધી ભક્તોએ શ્રદ્ધાપૂર્વક માતાજીની પ્રતિમાઓનું વિસર્જન કર્યું હતું. વિસર્જન પ્રક્રિયા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ તંત્ર દ્વારા સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ ઉપરાંત, સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા વિસર્જન સ્થળોએ પૂરતી લાઇટિંગની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેથી ભક્તોને કોઈ અગવડ ન પડે અને આસ્થાને ઠેસ ન પહોંચે. સમગ્ર વિસર્જન પ્રક્રિયા કોઈપણ અવરોધ કે અનિચ્છનીય ઘટના વિના શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ હતી. સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસના સહયોગથી દશામાના તહેવારની ઉજવણી અને વિસર્જન બંને પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થઈ.
    Click here to Read More
    Previous Article
    વડોદરાની હોટેલમાં ગે યુવકનું મોત રૂમ નં-304 કે 302માં થયું?:મૃતકને ઢસડી એકમાંથી બીજા રૂમમાં લઈ જવાયો, 3 કલાક પછી એમ્બ્યુલન્સ બોલાવાઈ; ત્રીજો યુવક હોટેલ છોડી કેમ ભાગ્યો?
    Next Article
    પ્રભારી સચિવ જેનુ દેવનના અધ્યક્ષસ્થાને ફરિયાદ સમિતિની બેઠક:સમયમર્યાદામાં પ્રશ્નોના નિકાલ અને સંકલન જાળવવા સૂચના અપાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment