Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વન્યજીવ સુરક્ષા સામે ફરી ઉઠ્યા ગંભીર સવાલો:​કુકસવાડા ગામે ખુલ્લા કૂવામાં ખાબક્યું સિંહ બાળ; વન વિભાગે રેસ્ક્યુ કરી બહાર કાઢ્યું; તંત્રની બેદરકારી સામે રોષ

    1 week ago

    ​જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકા નજીક આવેલા કુકસવાડા ગામમાંથી વન્યજીવોની સુરક્ષાને લઈને એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીંના એક વાડી વિસ્તારમાં આવેલા પાણી વગરના ખુલ્લા કૂવામાં એકાએક એક સિંહ બાળ ખાબકી જતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ હતી. આ ઘટના સમયે આજુબાજુના વિસ્તારમાં નાળિયેર ઉતારવાનું કામ કરી રહેલા શ્રમિકો અને સ્થાનિક લોકોને અચાનક કૂવામાંથી સિંહ બાળનો અવાજ સંભળાયો હતો. આ અવાજ સાંભળીને લોકોએ જ્યારે કૂવાની અંદર તપાસ કરી ત્યારે તેમાં સિંહ બાળ જોવા મળ્યું હતું. કૂવામાં સિંહ બાળ હોવાની વાત વાયુવેગે પ્રસરતા જ મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. સિંહ બાળને બહાર કાઢવા માટે યુદ્ધના ધોરણે ઓપરેશન શરૂ કર્યું હતું ​સ્થાનિક ગ્રામજનો દ્વારા આ ચોંકાવનારી ઘટના અંગે તાત્કાલિક વન વિભાગને ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી. આ માહિતી મળતાં જ ફોરેસ્ટ વિભાગની રેસ્ક્યુ ટીમ કાફલા સાથે તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવી હતી. વન વિભાગના અધિકારીઓએ અને કર્મચારીઓએ સ્થાનિક લોકોની મદદથી કૂવામાં ખાબકેલા સિંહ બાળને બહાર કાઢવા માટે યુદ્ધના ધોરણે ઓપરેશન શરૂ કર્યું હતું. ભારે જહેમત અને કુનેહપૂર્વક હાથ ધરવામાં આવેલા આ રેસ્ક્યુ ઓપરેશનના અંતે સિંહ બાળને કૂવામાંથી સુરક્ષિત અને સલામત રીતે બહાર કાઢવામાં વન વિભાગને સફળતા મળી હતી, જેથી તંત્ર અને ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. વન્યજીવો માટે આ કૂવો મોતનો કૂવો સાબિત થઈ રહ્યો છે અગાઉ પણ બરાબર આ જ વિસ્તારમાં એક સિંહ બાળ કૂવામાં ખાબક્યું હોવાનો બનાવ સામે આવી ચૂક્યો છે. આ સમગ્ર પંથકમાં સિંહ અને દીપડા જેવા હિંસક વન્યજીવોનો કાયમી વસવાટ છે અને સિંહોની સતત અવરજવર રહેતી હોય છે. કુકસવાડા અને તેની આસપાસના વિસ્તારોમાં લટાર મારતા વનરાજોના અનેક વીડિયો પણ અવારનવાર સોશિયલ મીડિયામાં વાયરલ થતા રહે છે. આમ છતાં, આ વિસ્તારમાં હજુ પણ અનેક જોખમી કૂવાઓ ખુલ્લા પડ્યા છે, જે વન્યજીવો માટે મોતનો કૂવો સાબિત થઈ રહ્યા છે. અવારનવાર સિંહ-દીપડાઓ આવા ખુલ્લા કૂવામાં પડી જવાના બનાવો સામે આવતા વન્યજીવ પ્રેમીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ​તંત્રની યોગ્ય કામગીરીના અભાવે સિંહોના જીવ પર સતત જોખમ તોળાઈ રહ્યું છે આ ઘટનાએ વન વિભાગની કામગીરી અને સરકારના સિંહ સંવર્ધનના દાવાઓ પર ફરી એકવાર મોટા પ્રશ્નાર્થ ચિહ્નો ઊભા કર્યા છે. એક તરફ સરકાર દ્વારા સિંહોના સંરક્ષણ અને સંવર્ધન પાછળ દર વર્ષે કરોડો રૂપિયાનું આંધણ કરવામાં આવી રહ્યું છે તો બીજી તરફ વન વિભાગની અણઆવડત, ઉદાસીનતા કે તંત્રની યોગ્ય કામગીરીના અભાવે સિંહોના જીવ પર સતત જોખમ તોળાઈ રહ્યું છે. જો વાડી વિસ્તારોમાં આવેલા આવા ખુલ્લા કૂવાઓને વહેલી તકે પૂરી દેવામાં કે તેની ફરતે પ્રોટેક્શન વોલ બનાવવામાં નહીં આવે, તો આગામી સમયમાં કોઈ વનરાજ કે સિંહ બાળનો જીવ જોખમમાં મુકાશે તેવી પૂરેપૂરી ભીતિ સેવાઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    IND vs AFG પહેલી વન-ડે: 5:15 વાગ્યે ટૉસ થશે:ધર્મશાલામાં વરસાદ બંધ થયો, તડકો નીકળ્યો, 5:45 વાગ્યાથી શરૂ થશે મેચ; 25-25 ઓવરનો મુકાબલો રમાશે
    Next Article
    સુરેન્દ્રનગર સાયબર ટીમે ખાનગી કંપનીમાં જાગૃતિ કાર્યક્રમ યોજ્યો:200 કર્મચારીઓને સાયબર સુરક્ષા અને છેતરપિંડીથી બચવા માર્ગદર્શન અપાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment