Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    RTO ઈ-ઓક્શનની જાહેરાત કરાઈ:ભાવનગર RTO દ્વારા વાહનોના ગોલ્ડ-સિલ્વર ફેન્સી નંબરો માટે ઈ-ઓક્શનની જાહેરાત, 20 માર્ચથી અરજી પ્રક્રિયા શરૂ

    2 days ago

    પોતાના મનપસંદ વાહન માટે 'લકી' કે 'ફેન્સી' નંબર મેળવવા ઈચ્છતા ભાવનગરના વાહન માલિકો માટે ભાવનગર પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી (RTO) દ્વારા ટ્રાન્સપોર્ટ, ફોર-વ્હીલર અને ટુ-વ્હીલરની વિવિધ સીરીઝના બાકી બચેલા ગોલ્ડ અને સિલ્વર નંબરો માટે ઈ-ઓક્શન (E-Auction) પ્રક્રિયા હાથ ધરવાની જાહેરાત કરવામાં આવી છે,​આ પ્રક્રિયા અંતર્ગત ટ્રાન્સપોર્ટ વાહનો, ફોર-વ્હીલર અને ટુ-વ્હીલર સીરીઝના પ્રીમિયમ નંબરો માટે આગામી 20 માર્ચ 2026થી ઓનલાઈન નોંધણી કરાવી શકાશે. સીલ્વર,ગોલ્ડ સીરીઝ નંબરોના ઈ-ઓક્શન માટે અરજીઓ મંગાવાઈ ટ્રાન્સપોર્ટ વાહનો (થ્રી-વ્હીલર સિવાયના વાહનો) માટેની ટ્રાન્સપોર્ટ સીરીઝ “GJ-04-AX 0001 થી 9999” હળવા મોટર વાહન (ફોર વ્હીલર) માટેની નોન ટ્રાન્સપોર્ટ સીરીઝ “GJ-04-FA 0001 થી 9999” , દ્રીચક્રી મોટર વાહન માટેની નોન ટ્રાન્સપોર્ટ સીરીઝ GJ-04-FD 0001 થી 9999 ના બાકી બચેલા સિલ્વર અને ગોલ્ડ સિરીજના નંબરોનું ઈ-ઓક્શન હાથ ધરવામાં આવશે, જેમાં તા.20/3/26 થી તા.22/3/2026 સુધી ઓનલાઈન અરજી કરી શકાશે, આ પ્રક્રીયામાં તા.22/3/26 થી તા.24/3/26 4:00 PM સુધી બિડીંગ કરવાનો સમયગાળો રહેશે, ઓનલાઇન રી-ઓકશન કરવાની શરતો અને પ્રક્રિયા ઓનલાઈન ઓકશનમાં ભાગ લેનારા અરજદારે મુખ્ય કામગીરી નીચે મુજબ કરવાની રહેશે. https://vahan.parivahan.gov.in/fancy/faces/public/login.xhtml પર નોંધણી, યુઝર આઇ-ડી. પાસવર્ડ તૈયાર કરવા હરાજીની પ્રક્રિયામાં ભાગ લેવો, ચૂકવણું કરવું અને વાહન નંબર મેળવાવો. આ માટેની વિગતવાર સૂચનાઓ https://vahan.parivahan.gov.in/fancy/faces/public/usermanual.xhtml આપેલ છે. વાહન ખરીદીના 7 (સાત) દિવસમાં ઓનલાઈન CNA ફોર્મ ભરવાનું રહેશે, હરાજીમાં સફળ અરજદારે હરાજીની પ્રક્રિયા પૂર્ણ થયાના 5 દિવસમાં નાણાં જમા કરવાના રહેશે, અરજદાર જો આ નિયત સમયમાં નાણાં ચૂકવામાં નિષ્ફળ જશે તો મુળ ભરેલ રકમ (Base Price)ને જપ્ત કરવામાં આવશે અને તે નંબરની ફરીવાર હરાજી કરવામાં આવશે, ઓનલાઈન ઓકશન પ્રકિયા દરમ્યાન ચૂકવાણા વખતે આર.બી.આઈ દ્વારા નક્કી કરેલ દર ચુકવાનાં રહેશે, હરાજીમાં નિષ્ફળ ગયેલા અરજદારને પરત નાણાંની ચુકવણી હરાજીની પ્રક્રિયામાં સફળ થયેલા અરજદારને સફળ ગણી બાકીનાં નાણાં દિન પાંચમાં ભરપાઈ કરવા માટે SMS અને E-Mail થી જણાવવામાં આવશે, નિષ્ફળ અરજદારને હાલની મેન્યુલ પધ્ધતિ પ્રમાણે નાણાં પરત આપવામાં આવશે, એટલે કે જે માધ્યમથી ચુકવણું કરવામાં આવેલ હશે તે માધ્યમ જેમ કે Net Banking, Credit Card, Debit Card થી ચુકવણું કર્યું હોય તે જ મોડથી નાણાં અરજદારનાં જે તે ખાતામાં S.B.I E-Pay દ્વારા પરત કરવામાં આવશે, આ હેતુ માટે Online MIS થી સફળ અને નિષ્ફળ વ્યવહારની ખાતરી કરી બેંકને જાણ કરવાની રહેશે, અરજદારએ વિગતવાર પ્રક્રિયા અને શરતો અંગેની વધુ માહિતી Appendix-A થી મળશે. ઓનલાઈન ઈ-ઓક્શન ફેન્સી નંબરની હરાજી અંગેની તમામ બાબતની આખરી સત્તા ભાવનગરના પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીની રહેશે.
    Click here to Read More
    Previous Article
    સુરતની 12 વર્ષીય માસૂમને પ્રેગ્નન્ટ કરનાર પાડોશીને આજીવન કેદ:દવા લેવા ગયેલી પીડિતાને નિ:વસ્ત્ર કરીને બે વાર કુકર્મ કર્યું, કોર્ટે 10 લાખનું વળતર ચૂકવવા કર્યો હુકમ
    Next Article
    મોરબી તાલુકા પંચાયતની બોડીના પાંચ વર્ષ પૂર્ણ:પ્રમુખે સદસ્યો-કર્મચારીઓનો સન્માન સમારોહ યોજ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment