Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબી તાલુકા પંચાયતની બોડીના પાંચ વર્ષ પૂર્ણ:પ્રમુખે સદસ્યો-કર્મચારીઓનો સન્માન સમારોહ યોજ્યો

    10 hours ago

    મોરબી તાલુકા પંચાયતની વર્તમાન બોડીએ પાંચ વર્ષની મુદત સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. આ નિમિત્તે તાલુકા પંચાયતના પ્રમુખ અશોકભાઈ દેસાઈ દ્વારા સદસ્યો અને કર્મચારીઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગ્રામ્ય વિસ્તારોમાં લોકોની સુખાકારી વધારવા માટે સહયોગ આપનારા સૌનું સન્માન કરાયું હતું. આ સન્માન સમારોહમાં ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, જિલ્લા ભાજપના પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા, જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો, સંગઠનના હોદ્દેદારો તેમજ પ્રમુખ અશોકભાઈ દેસાઈના મિત્રો અને પરિવારજનો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત સૌનું મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં એક વિશેષ સન્માન પણ કરવામાં આવ્યું હતું. મોરબી તાલુકા પંચાયત ખાતે છેલ્લા 35 વર્ષથી આઉટસોર્સમાં પટાવાળા તરીકે ફરજ બજાવતા દિલીપભાઈની સેવાઓને બિરદાવવામાં આવી હતી. તેમની નિષ્ઠાવાન સેવા બદલ તાલુકા પંચાયત પરિવાર, તલાટી મંત્રીઓ અને કોન્ટ્રાક્ટરો તરફથી તેમને એક એક્ટિવા ભેટ આપવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    RTO ઈ-ઓક્શનની જાહેરાત કરાઈ:ભાવનગર RTO દ્વારા વાહનોના ગોલ્ડ-સિલ્વર ફેન્સી નંબરો માટે ઈ-ઓક્શનની જાહેરાત, 20 માર્ચથી અરજી પ્રક્રિયા શરૂ
    Next Article
    મહીસાગર જિલ્લા બાળ લગ્ન પ્રતિબંધક વિભાગની કામગીરી:કડાણામાં બે બાળકીના બાળલગ્ન થતા અટકાવ્યા, ગ્રામ્ય વિસ્તારમાં તંત્રની સમયસર કાર્યવાહીથી લગ્ન રોકાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment