Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહીસાગર જિલ્લા બાળ લગ્ન પ્રતિબંધક વિભાગની કામગીરી:કડાણામાં બે બાળકીના બાળલગ્ન થતા અટકાવ્યા, ગ્રામ્ય વિસ્તારમાં તંત્રની સમયસર કાર્યવાહીથી લગ્ન રોકાયા

    8 hours ago

    મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં બે બાળકીના બાળલગ્ન તંત્ર દ્વારા સમયસર અટકાવવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, કડાણા તાલુકાના એક ગ્રામ્ય વિસ્તારમાં બે બાળકીઓના લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. બપોર બાદ લગ્ન થવાના હતા અને વરરાજા જાન લઈને પહોંચે તે પહેલાં જ તંત્ર હરકતમાં આવ્યું હતું. બાળલગ્ન અંગેની જાણ થતાં મહીસાગર જિલ્લા બાળ લગ્ન પ્રતિબંધક અધિકારીની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ટીમે પરિવારોને સમજાવીને બંને બાળકીના લગ્ન અટકાવ્યા હતા. સમયસર કાર્યવાહી થતાં બે બાળકીઓના બાળલગ્ન થતાં પહેલાં જ અટકાવવામાં સફળતા મળી છે. તંત્ર દ્વારા પરિવારજનોને બાળલગ્ન કાયદેસર ગુનો હોવાનું સમજાવવામાં આવ્યું હતું અને ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે ચેતવણી આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, મહીસાગર જિલ્લામાં હાલ ચાલી રહેલી લગ્નસરાની સિઝનમાં તંત્ર દ્વારા અત્યાર સુધીમાં આઠ જેટલા બાળલગ્ન અટકાવવામાં આવ્યા છે. આ કિસ્સાઓમાં પણ વાલીવારસને બાળ લગ્ન કાયદા અંગે સમજણ આપવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    મોરબી તાલુકા પંચાયતની બોડીના પાંચ વર્ષ પૂર્ણ:પ્રમુખે સદસ્યો-કર્મચારીઓનો સન્માન સમારોહ યોજ્યો
    Next Article
    "Military Dictatorship, Clerical Facade": Fareed Zakaria On Iranian Politics

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment