Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીમાં જગન્નાથની 12મી રથયાત્રા નીકળી:સ્ટેશનથી શરૂ થઈ ભગવાનની નગરચર્યા, 10 હજાર ભક્તો માટે મહાપ્રસાદની વ્યવસ્થા

    2 days ago

    નવસારીમાં ઇસ્કોન સંસ્થા દ્વારા પરંપરાગત 12મી જગન્નાથ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે બપોરે 3 વાગ્યે રેલવે સ્ટેશન ખાતેથી ભગવાન જગન્નાથ, બલદેવજી અને સુભદ્રાજીના રથ પ્રસ્થાન થયા હતા. આ યાત્રા સમગ્ર શહેરમાં ફરીને ઇસ્કોન મંદિર ખાતે સંપન્ન થશે. નવસારી જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક એસ.કે. રાય અને જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ દ્વારા રથયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવી હતી. તેમણે ભગવાનના રથને ખેંચીને યાત્રાની શુભ શરૂઆત કરી હતી. આ ભવ્ય યાત્રામાં હજારો કૃષ્ણ ભક્તો જોડાયા હતા અને ભગવાનના દર્શન કર્યા હતા. રથયાત્રાના સ્વાગત માટે સમગ્ર રૂટ પર ભવ્ય ધજાઓ લગાવીને સુશોભન કરવામાં આવ્યું હતું. યાત્રા દરમિયાન ભક્તો હરિનામ સંકીર્તનના દિવ્ય આનંદમાં લીન બન્યા હતા. આ યાત્રા લગભગ 4 કલાક સુધી ચાલી હતી. ભગવાન જગન્નાથ માટે છેલ્લા પાંચ દિવસથી '56 ભોગ' બનાવવાનો સેવાયજ્ઞ ચાલી રહ્યો હતો. ભક્તો દ્વારા કોઈ વ્યાવસાયિક રસોઈયા વિના સંપૂર્ણ શુદ્ધતા અને ભક્તિભાવથી આ ભોગ તૈયાર કરવામાં આવ્યો હતો. યાત્રામાં જોડાયેલા 10 હજાર ભક્તો માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. પીતળના વાસણોમાં 10,000 લોકો માટે ખાસ ન્યુટ્રીશિયસ ખીચડી બનશે આ રથયાત્રામાં સ્વાસ્થ્ય અને પરંપરાનો અનોખો સમન્વય જોવા મળ્યો છે. રથની પાછળ 1000 કિલો ફ્રૂટ્સ અને 1000 કિલો બુંદીનું વિતરણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, 10,000થી વધુ શ્રદ્ધાળુઓ માટે વિશેષ ખીચડી પ્રસાદ તૈયાર કરવામાં આવી છે. 10 થી 12 પ્રકારના શાકભાજી અને 4 થી 5 પ્રકારના ધાન્ય (ગ્રેઈન્સ) મેળવીને આ ફૂલી ન્યુટ્રીશિયસ ખીચડી તૈયાર કરવામાં આવી છે. શુદ્ધતાના નિયમો મુજબ, રસોઈમાં એલ્યુમિનિયમનો બિલકુલ ઉપયોગ ન કરતા, માત્ર પીતળ અને કાંસાના વાસણોનો જ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ગ્રાઉન્ડ પર પ્રસાદનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ સાંજે રથયાત્રા ઇસ્કોન મંદિર ખાતે પહોંચ્યા બાદ, મંદિરના વિશાળ ગ્રાઉન્ડમાં 10,000થી વધુ ભક્તો માટે ભવ્ય 'ફૂલ ડિશ પ્રસાદ'ની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. ઇસ્કોન નવસારીના પ્રેસિડેન્ટ જય ગોવિંદ દાસ અને સમગ્ર ભક્ત મંડળ દ્વારા તમામ નવસારીના નગરજનોને દર્શન તેમજ આ મહાપ્રસાદનો લાભ લેવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    નશાની હાલતમાં કારચાલક નબીરાનો આતંક:ડિવાઈડર કૂદાવી રસ્તા પર પાર્ક થયેલી બે કારનો કચ્ચરઘાણ વાળી દીધો, ચાલકને પકડતા થોથવાતી જીભે બોલ્યો
    Next Article
    DDO લાલપુર તાલુકાની ગ્રામ પંચાયત, આરોગ્ય કેન્દ્રની સમીક્ષા કરી:ચોરબેડી પંચાયતનું દફતર તપાસ્યું, મોટા ખડબા આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment