Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નશાની હાલતમાં કારચાલક નબીરાનો આતંક:ડિવાઈડર કૂદાવી રસ્તા પર પાર્ક થયેલી બે કારનો કચ્ચરઘાણ વાળી દીધો, ચાલકને પકડતા થોથવાતી જીભે બોલ્યો

    2 days ago

    સુરત શહેરમાં નશાખોર વાહનચાલકોનો આતંક અટકવાનું નામ નથી લઈ રહ્યો. સુરત શહેરમાં ગત મોડી રાત્રે એક ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં દારૂના નશામાં ધુત્ત એક કાર ચાલકે લજામણી ચાર રસ્તા પાસે સન રાઈઝ કોમ્પ્લેક્સની પાછળ જાહેર રોડ પર પોતાની કાર બેફામ હંકારી ભારે ધમાકો કર્યો હતો. નશામાં ભાન ભૂલેલા આ ચાલકે પહેલા પોતાની કાર ડિવાઈડર સાથે અથડાવી હતી અને ત્યારબાદ ડીવાઈડર કુદાવી રોડ પર ઉભેલી અન્ય બે કારને જોરદાર ટક્કર મારી કચ્ચરઘાણ વાળી દીધો હતો. બંધ પડેલી ગાડી લેવા ગયેલા ગેરેજ સંચાલક સામે જ કાળ બનીને આવી કાર મળતી વિગતો અનુસાર, વાલક પાટીયા લસકાણા ખાતે 'બ્લુ સ્ટાર ઓટો મોટીવ' નામથી ફોર વ્હીલરનું ગેરેજ ચલાવતા અને કરૂણેશ હોમ્સમાં રહેતા 26 વર્ષીય આશિષભાઈ પ્રવિણભાઈ ધાકેચાએ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ગત રાત્રે આઠેક વાગ્યે તેમના કસ્ટમર મુકેશભાઈ માલાણી ગેરેજે આવ્યા હતા અને જણાવ્યું હતું કે, તેમની ગ્રાન્ડ આઈ-10 કાર (GJ-05-JF-4932) લજામણી ચોક પાસે બંધ પડી ગઈ છે, જેને રીપેર કરવા માટે તેઓ ચાવી આપી ગયા હતા. આશિષભાઈ રાત્રે સાડા દસ વાગ્યે આ ગાડી લેવા ગયા હતા. તેઓ ગાડી ચાલુ કરીને લઈ જતા હતા ત્યારે રાત્રે 11:30 વાગ્યાની આસપાસ સન રાઈઝ કોમ્પ્લેક્સ પાછળ કાર ફરીથી બંધ થઈ ગઈ હતી. ડિવાઈડર કૂદાવીને આવેલી કારે બે ગાડીઓનો કચ્ચરઘાણ વાળ્યો ગાડી બંધ થઈ જતાં આશિષભાઈ નીચે ઉતર્યા હતા અને ટૂલ્સ શોધવા માટે ડીકી ખોલી રહ્યા હતા. બરાબર એ જ સમયે પાછળથી એક સફેદ કલરની કાર (GJ-15-CP-6625)ના ચાલકે પોતાની ગાડી પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી સૌપ્રથમ રોડના ડિવાઈડર સાથે ભટકાવી દીધી હતી. ડિવાઈડર સાથે અથડાયા બાદ પણ કાર થોભી નહોતી અને તેણે મુકેશભાઈની ગ્રાન્ડ આઈ-10 કારની પાછળ જમણી બાજુએ જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કરના કારણે ગ્રાન્ડ આઈ-10 કાર ધસીને આગળ ઉભેલી લાલ કલરની બ્રેઝા કાર (GJ-05-RQ-8332) સાથે અથડાઈ પડી હતી. આ અકસ્માતમાં ગ્રાન્ડ આઈ-10ની ટેલ લાઈટ, બમ્પર, રીયર એક્સલ, ટાયર અને બોનેટમાં રૂ. 50,000 તથા બ્રેઝા કારમાં રૂ. 20,000 મળી કુલ રૂ.70,000નું નુકસાન થયું હતું. કારમાંથી ગ્લાસ પણ મળ્યો, ચાલક તોતળાતી જીભે બોલતો હતો અકસ્માત સર્જાતા જ આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. અકસ્માત કરનાર કારમાંથી બે ઈસમો નીચે ઉતરીને ભાગવા લાગ્યા હતા. જોકે, ત્યાં એકત્ર થયેલા સ્થાનિક લોકોએ ડ્રાઈવર સીટ પરથી ઉતરેલા શખ્સને કોર્ડન કરીને ઝડપી લીધો હતો, જ્યારે તેની સાથે રહેલો અન્ય એક માણસ અંધારાનો લાભ ઉઠાવી ફરાર થઈ ગયો હતો. પકડાયેલો ચાલક એટલો બધો નશામાં ચૂર હતો કે તે સરખી રીતે ઉભો પણ રહી શકતો નહોતો અને તોતળાતી જીભે પોતાનું નામ સાગર જયંતિભાઈ તાળા હોવાનું રટણ કરતો હતો. તપાસ દરમિયાન કારમાંથી ગ્લાસ પણ મળી આવ્યા હોવાનું સામે આવ્યું છે. પોલીસે ગુનો નોંધી સળિયા પાછળ ધકેલવા ચક્રો ગતિમાન કર્યા ઘટના અંગે ગેરેજ સંચાલક આશિષભાઈએ તાત્કાલિક 112 નંબર પર ફોન કરીને પોલીસને જાણ કરી હતી. પોલીસ કાફલો તુરંત ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને નશાખોર ચાલક સાગર તાળાને કસ્ટડીમાં લઈ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો. પોલીસે આ મામલે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 281,324(4) તેમજ મોટર વાહન અધિનિયમની કલમ 177,184,185અને પ્રોહિબિશન એક્ટની કલમ 66(1)(બી) હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કેસની આગળની તપાસ પોલીસ સબ ઈન્સ્પેક્ટર દીપ્તી પરસોત્તમભાઈ પાંભર ચલાવી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    કમલમમાં અમિત શાહની હાઈવોલ્ટેજ બેઠક:પોણા બે કલાક સુધી ચાલ્યું મંથન, વિરોધીઓને પછાડવા ઘડાયો ખાસ એક્શન પ્લાન
    Next Article
    નવસારીમાં જગન્નાથની 12મી રથયાત્રા નીકળી:સ્ટેશનથી શરૂ થઈ ભગવાનની નગરચર્યા, 10 હજાર ભક્તો માટે મહાપ્રસાદની વ્યવસ્થા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment