Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કમલમમાં અમિત શાહની હાઈવોલ્ટેજ બેઠક:પોણા બે કલાક સુધી ચાલ્યું મંથન, વિરોધીઓને પછાડવા ઘડાયો ખાસ એક્શન પ્લાન

    2 days ago

    ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને સત્તાધારી પક્ષ ભાજપે અત્યારથી જ પોતાની રાજકીય ગતિવિધિઓ તેજ કરી દીધી છે. ગાંધીનગર સ્થિત પ્રદેશ ભાજપ કાર્યાલય 'શ્રી કમલમ' ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહની અધ્યક્ષતામાં એક અત્યંત મહત્વપૂર્ણ અને હાઈવોલ્ટેજ બેઠક યોજાઈ હતી. અંદાજે પોણા બે કલાક સુધી ચાલેલી આ મેરેથોન બેઠકમાં રાજ્યના મુખ્ય રાજકીય અને સંગઠનાત્મક મુદ્દાઓ પર વિસ્તૃત મંથન કરવામાં આવ્યું હતું અને આગામી ચૂંટણીલક્ષી વ્યૂહરચનાનો આખો રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે. સંગઠનને વધુ ધારદાર બનાવવા અને જનસંપર્ક વધારવા આદેશ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, બેઠક દરમિયાન રાજ્યની સાંપ્રત રાજકીય પરિસ્થિતિનું ઝીણવટભર્યું આંકલન કરવામાં આવ્યું હતું. અમિત શાહે સંગઠનને વધુ ધારદાર, ગતિશીલ અને સક્રિય બનાવવા માટે ચોક્કસ સૂચનાઓ આપી હતી. ખાસ કરીને પક્ષના શિરોમણી નેતાઓ અને સંગઠનના ઉચ્ચ હોદ્દેદારોને હવે એસી ચેમ્બરમાંથી બહાર નીકળી મેદાનમાં વધુ સક્રિય થવા જણાવાયું છે. પક્ષના પાયાના કાર્યકરો સાથે સીધો સંપર્ક વધારવા અને સંવાદ સાધવા માટે નેતાઓને સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યા છે. ગરીબ, યુવા, આદિવાસી અને ખેડૂતો પર ફોકસ ચૂંટણીના આ પ્રારંભિક પ્રચાર-પ્રસાર પહેલાં ભાજપે સંગઠનને એક નવો મંત્ર આપ્યો છે. આ અંતર્ગત ગરીબ, યુવા, આદિવાસી અને ખેડૂતો સુધી સરકારની લોકકલ્યાણકારી યોજનાઓ અને સંગઠનનો સંદેશ અસરકારક રીતે પહોંચાડવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત, જો યુવાનો અને ખેડૂતોમાં કોઈ પણ બાબતે નારાજગી હોય, તો તેને પ્રાથમિકતા આપીને તુરંત દૂર કરવા અને તેમની વચ્ચે જવા માટે વિશેષ અભિયાન ચલાવવાની પણ ગંભીર ચર્ચા થઈ હતી. નબળી બેઠકો પર આક્રમક પ્લાન અને ‘વન ડે વન એસેમ્બલી’ આ બેઠકમાં જે-તે જિલ્લા કે ઝોનની એવી બેઠકો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરાયું હતું જ્યાં અગાઉની ચૂંટણીમાં ભાજપનું પ્રદર્શન નબળું રહ્યું હોય અથવા જે બેઠકો પક્ષ માટે પડકારરૂપ મનાતી હોય. આવી બેઠકો પર અત્યારથી જ આક્રમક કામગીરી હાથ ધરવા અને સ્થાનિક સ્તરે સક્ષમ કાર્યકરોને મોટી જવાબદારીઓ સોંપવા માર્ગદર્શન અપાયું હતું. આ સાથે જ ભાજપના મહત્ત્વાકાંક્ષી "વન ડે વન એસેમ્બલી" અભિયાનને વધુ વ્યાપક, ઝડપી અને ધારદાર બનાવવા અંગે પણ નેતાઓ વચ્ચે મસલત થઈ હતી. રાજકીય વિશ્લેષકો અને સૂત્રોના મતે, આ હાઈપ્રોફાઈલ બેઠકને ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણી માટેનું પ્રારંભિક રણશીંગુ માનવામાં આવી રહ્યું છે. પક્ષે હવે બૂથ સ્તરથી સંગઠનને લોખંડી બનાવવાની સાથે મતદારોના ઘર સુધી સીધો સંપર્ક વધારવા માટેનો એક્શન પ્લાન અમલમાં મૂકી દીધો છે.
    Click here to Read More
    Previous Article
    જૂનાગઢ જગન્નાથ રથયાત્રા ઉત્સવ 2026:​ભક્તિના રંગે રંગાયું ગિરનારનું આંગણું: જૂનાગઢમાં જય જગન્નાથના નારા સાથે ભગવાનની ૨૨મી ભવ્ય રથયાત્રાનું પ્રસ્થાન
    Next Article
    નશાની હાલતમાં કારચાલક નબીરાનો આતંક:ડિવાઈડર કૂદાવી રસ્તા પર પાર્ક થયેલી બે કારનો કચ્ચરઘાણ વાળી દીધો, ચાલકને પકડતા થોથવાતી જીભે બોલ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment