Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એસઓયુમાં ભારત પર્વ-2026માં પ્રવાસીઓની ભીડ:ગુજરાતના વાંસ-લાકડાના રમકડાં અને ચંદીગઢની સ્થાપત્યકલાના પેઇન્ટિંગ્સે જમાવ્યું આકર્ષણ

    17 hours ago

    એકતાનગર સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે યોજાઈ રહેલા ભારત પર્વ-2026માં પ્રવાસીઓની ભારે ભીડ ઉમટી રહી છે. ‘શક્તિ ઓફ ભારત’ થીમ હેઠળ દેશનાં વિવિધ રાજ્યોની સાંસ્કૃતિક વિરાસત, હસ્તકલા, હેન્ડલૂમ અને પરંપરાગત કલાઓનું પ્રદર્શન પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ભારત પર્વમાં ગુજરાતના પોરબંદરના કારીગર એન્થોની જોશેફ વાંસ અને લાકડામાંથી તૈયાર કરેલી અવનવી કલાકૃતિઓ તથા રમકડાં રજૂ કરી રહ્યા છે. વર્ષ 1998થી આ ક્ષેત્રે કાર્યરત એન્થોની પોતાના વર્કશોપના માધ્યમથી આશરે 70 લોકોને રોજગારી સાથે જોડીને પરંપરાગત કળાને રોજગારનું માધ્યમ બનાવી રહ્યા છે. બીજી તરફ, ચંદીગઢથી આવેલી કલાકાર સુશ્રી અનવિન્દર પોતાની પેઇન્ટિંગ્સ દ્વારા ચંદીગઢનો ઇતિહાસ, સ્થાપત્યકલા અને શહેરની આગવી ઓળખને રંગો દ્વારા કૅનવાસ પર જીવંત કરી રહ્યાં છે. ચંદીગઢ લલિત કલા અકાદમીના સહયોગથી તેઓ ભારત પર્વમાં પોતાની કલાનું પ્રદર્શન કરી રહ્યાં છે. બંને કલાકારો માટે ભારત પર્વ દેશભરના લોકો સુધી પોતાની કળા પહોંચાડવા અને વિવિધ રાજ્યોની સંસ્કૃતિને નજીકથી જાણવાની ઉત્તમ તક બની રહ્યું છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે યોજાતું આ આયોજન ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની ભાવનાને સાકાર કરવાની સાથે સ્થાનિક કારીગરો અને કલાકારોને નવી ઓળખ તથા પ્રોત્સાહન પૂરું પાડી રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    પીઠવાજાળમાં 100થી વધુ ગ્રામજનોએ નિદાન કરાવ્યું:19 સગર્ભા, ધાત્રી માતાઓને કીટનું વિતરણ: HIV સહિત રોગોનું સ્ક્રિનિંગ કરી જાગૃતિ ફેલાવાઈ
    Next Article
    6 ડેપો દ્વારા દૈનિક 60 એક્સ્ટ્રા બસો મુકાઈ:વલસાડ એસટી વિભાગે વધારાની બસો દોડાવી 8 લાખની આવક મેળવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment