Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    6 ડેપો દ્વારા દૈનિક 60 એક્સ્ટ્રા બસો મુકાઈ:વલસાડ એસટી વિભાગે વધારાની બસો દોડાવી 8 લાખની આવક મેળવી

    16 hours ago

    દિવાળીના મહાપર્વની પરિવાર સાથે ઉજવણી કરવાનો દરેક વ્યકિતના મનમાં અનેરો ઉત્સાહ અને ઉમંગ જોવા મળતો હોય છે, રોજી રોટીની શોધમાં પોતાના પરિવારથી દૂર આવતા લોકો પણ આ પર્વમાં પોતાના ઘર ભેગા થતા હોય છે, જેઓને પોતાના વતન કે ગામડે પહોંચવામાં સરળતા પડે તે માટે ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમના વલસાડ એસટી વિભાગ દ્વારા વધારાની બસો દોડાવવામાં આવી રહી છે. જેનો મોટી સંખ્યામાં મુસાફર જનતા લાભ લઈ રહી છે. દિવાળીના તહેવારોમાં વતનમાં જવા માટે મુસાફરોના ધસારાને ધ્યાનમાં લઈ જરૂરીયાત અનુસાર એકસ્ટ્રા બસોનું આયોજન વલસાડ એસટી વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. નિયામક એસ.પી.માત્રોજા જણાવે છે કે, વલસાડ એસટી ડિવિઝનના તમામ ડેપો દ્વારા દિવાળીના તહેવારોને ધ્યાને લઈ 1થી 5 નવેમ્બર 2026 સુધી આહવા ડેપોથી સુરત, ચીખલી, વાપી, વલસાડ, સોનગઢ, લુણાવાડા, બીલીમોરા ડેપોથી આહવા, વલસાડ- નવસારી, બારડોલી, અમદાવાદ, દાહોદ, ધરમપુર ડેપોથી સુરત, અમદાવાદ, દાહોદ, નવસારી ડેપોથી બારડોલી- છોટાઉદેપુર, નાશિક, ધરમપુર, સુરત -વાપી, લીમખેડા તેમજ ગાંધીધામ, લુણાવાડા અને બોરીયા માટેનું ગ્રુપ બુકિંગથી બસ સર્વિસોનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. વલસાડ ડેપોથી આહવા, નાશિક, દાહોદ અને વાપી ડેપોથી અંકલેશ્વર, દાહોદ, નાશિક સુધી એકસ્ટ્રા સંચાલન કરવામાં આવ્યું છે. વેકેશન પુર્ણ થાય ત્યાં સુધી બસ દોડશે દિવાળી એકસ્ટ્રા સંચાલન હાલમાં ચાલુ રાખવામાં આવશે તેમજ વિભાગના તમામ 6 ડેપો દ્વારા દૈનિક દશ દશ બસ મળી કુલ 60 બસોનું એકસ્ટ્રા સંચાલન દરમ્યાન દૈનિક મુસાફરો ધસારાના ધ્યાને લઈ આયોજન કરવામાં આવશે. નવા વર્ષ બાદ ભાઈબીજથી લઈ વેકેશન પુર્ણ થાય ત્યાં સુધી તમામ ડેપો દ્વારા તમામ વિદ્યાર્થી ટ્રીપો બંધ કરી એકસ્ટ્રા એક્ષપ્રેસ/લોકલ બસોનું સંચાલન કરવામાં આવશે જેનો તમામ મુસાફરો દ્વારા લાભ લેવા વિનંતી છે.> એસ.પી.માતરોજા ,વિભાગીય નિયામક, વલસાડ
    Click here to Read More
    Previous Article
    એસઓયુમાં ભારત પર્વ-2026માં પ્રવાસીઓની ભીડ:ગુજરાતના વાંસ-લાકડાના રમકડાં અને ચંદીગઢની સ્થાપત્યકલાના પેઇન્ટિંગ્સે જમાવ્યું આકર્ષણ
    Next Article
    Are Banks Open On November 7? Check State-Wise Bank Holiday Status

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment