Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પીઠવાજાળમાં 100થી વધુ ગ્રામજનોએ નિદાન કરાવ્યું:19 સગર્ભા, ધાત્રી માતાઓને કીટનું વિતરણ: HIV સહિત રોગોનું સ્ક્રિનિંગ કરી જાગૃતિ ફેલાવાઈ

    18 hours ago

    અમરેલીના પીઠવાજાળ ગામે આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા વિવિધ રોગોના નિદાન અને સ્ક્રિનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા આરોગ્ય અધિકારી ડો. રશ્મિકાંત જોશી અને તાલુકા હેલ્થ ઓફિસર એસ.બી. સતાણીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કેમ્પમાં 100થી વધુ ગ્રામજનોએ લાભ લીધો હતો. કેમ્પ દરમિયાન ડાયાબિટીસ, બ્લડપ્રેશર સહિતના રોગોની તપાસ કરવામાં આવી હતી. જ્યારે GSACS લિંક વર્કર સ્કીમ અંતર્ગત 64થી વધુ લોકોનું HIV, હિપેટાઇટિસ-બી, હિપેટાઇટિસ-સી અને સિફિલિસ સહિતના રોગોનું સ્ક્રિનિંગ કરી જરૂરી માર્ગદર્શન અપાયું હતું. આ ઉપરાંત HIV/AIDS એક્ટ-2017, હેલ્પલાઇન નંબર 1997 અને વિવિધ આરોગ્યલક્ષી યોજનાઓ અંગે પણ જાગૃતિ આપવામાં આવી હતી. બીજી તરફ, વિઝન ફોર વાઇલ્ડ લાઇફ ફાઉન્ડેશન અને આરોગ્ય મંદિરના સહયોગથી પીઠવાજાળ, વિઠ્ઠલપુર અને તરકતળાવના 19 પરપ્રાંતીય સગર્ભા તથા ધાત્રી માતાઓને એક મહિના સુધી ચાલે તેવી પોષણ કીટનું વિતરણ કરાયું હતું. ડો. રમેશ ચૌહાણે વાડી વિસ્તારમાં વન્યજીવોથી સાવચેત રહેવા અને સુરક્ષિત રહેવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. અંબુજા ફાઉન્ડેશન દ્વારા ઉપસ્થિતો માટે નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે સરપંચ ભાવેશભાઈ દેસાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા મેડિકલ ઓફિસર ડો. મિહિર મહેતા, ડો. કિરણબેન, આરોગ્ય કર્મચારીઓ, CHO જીનલબેન પ્રજાપતિ, ગીતાબેન વાઘમસી, આશા બહેનો અને યોગેશ મકવાણા હાજર રહ્યા હતા. આગામી સમયમાં પણ સગર્ભા અને ધાત્રી માતાઓને છ મહિના સુધી ચાલે તેવી પોષણ કીટ આપવાનું આયોજન હોવાનું જણાવાયું હતું.
    Click here to Read More
    Previous Article
    પીજીવીસીએલની પેટા કચેરી અમરેલી રૂરલ-2નું લોકાર્પણ:નવી કચેરી કાર્યરત થતા 20 જેટલા ગામના 15 હજારથી વધુ વીજ ગ્રાહકોને મળશે સુવિધા
    Next Article
    એસઓયુમાં ભારત પર્વ-2026માં પ્રવાસીઓની ભીડ:ગુજરાતના વાંસ-લાકડાના રમકડાં અને ચંદીગઢની સ્થાપત્યકલાના પેઇન્ટિંગ્સે જમાવ્યું આકર્ષણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment