Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પીજીવીસીએલની પેટા કચેરી અમરેલી રૂરલ-2નું લોકાર્પણ:નવી કચેરી કાર્યરત થતા 20 જેટલા ગામના 15 હજારથી વધુ વીજ ગ્રાહકોને મળશે સુવિધા

    19 hours ago

    અમરેલી શહેર અને ગ્રામ્ય વિસ્તારના વીજ ગ્રાહકોને વધુ સુદ્રઢ અને સુલભ વીજ સેવાઓ પૂરી પાડવાના હેતુથી પીજીવીસી એલ અમરેલી વર્તુળ કચેરી હેઠળની નવી પેટા વિભાગીય કચેરી અમરેલી રૂરલ-2 સબ ડિવિઝનનું લોકર્પણ ઉર્જા રાજ્ય મંત્રી કૌશિકભાઇ વેકરીયાના હસ્તે શહેરના જેસીંગપુરા વિસ્તાર ખાતે થયું હતું. આ નવી કચેરીના કાર્યરત થવાથી 15 હજારથી વધુ વીજ ગ્રાહકો અને 20 જેટલા ગામોના નાગરિકોને વીજ સેવાઓનો વધુ સરળતાથી લાભ મળશે. નવી પેટા વિભાગીય કચેરીના માધ્યમથી વીજ ગ્રાહકોને વીજ પુરવઠા સંબંધિત પ્રશ્નો, ફરિયાદો અને અન્ય સેવાઓ માટે સ્થાનિક સ્તરે સુવિધા ઉપલબ્ધ બનશે. આ કચેરીના લોકાર્પણથી આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વીજ સેવાઓની પહોંચ અને કાર્યક્ષમતામાં વધારો થશે. તેમણે ગ્રાહકોને કોઈપણ પ્રકારે વીજ વિક્ષેપ ન થાય તેવી રીતે ઝડપથી સેવાઓ પૂરી પાડવા માટે સુચના આપી હતી. આ પ્રસંગે વીજળીની લાઈનના ટ્રિપથઈ જવાના કિસ્સાઓમાં સત્વરે નિરાકરણ લાવી શકાય તે માટે ઉપયોગી બકેટ હાઇડ્રો લેડર વ્હીકલનું મંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું
    Click here to Read More
    Previous Article
    કાર્યકરોએ ગ્રુપમાં ઠાલવી હૈયાવરાળ:રાજકોટમાં વોર્ડ નં. 11ના કોર્પોરેટર પીપળિયા સામે સાથી નગરસેવકો અને વોર્ડ સંગઠને માંડ્યો મોરચો
    Next Article
    પીઠવાજાળમાં 100થી વધુ ગ્રામજનોએ નિદાન કરાવ્યું:19 સગર્ભા, ધાત્રી માતાઓને કીટનું વિતરણ: HIV સહિત રોગોનું સ્ક્રિનિંગ કરી જાગૃતિ ફેલાવાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment