Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટુ વ્હીલર ચાલકને બચાવવા જતા ટ્રક પાછળ બસ ઘૂસી:સોમનાથ-વેરાવળ બાયપાસ પર અકસ્માત, 11 મુસાફરોનો જીવ તાળવે ચોંટ્યો; જાનહાનિ ટળી

    1 day ago

    સોમનાથ-વેરાવળ બાયપાસ રોડ પર એક એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. એક ટુ-વ્હીલર ચાલકને બચાવવા જતા ટ્રકે અચાનક બ્રેક મારી હતી, જેના કારણે પાછળ આવી રહેલી એસટી બસ ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આ અકસ્માત કોટડા વેરાવળ રૂટની બસ નો થયો હતો. અચાનક થયેલા ધડાકાભેર અકસ્માતથી બસમાં સવાર 11 મુસાફરોનો જીવ તાળવે ચોંટી ગયો હતો. બેફામ રીતે રોડ ક્રોસ કરી રહેલા ટુ-વ્હીલર ચાલકને કારણે મોટો અકસ્માત થતા રહી ગયો હતો. અકસ્માતમાં બસના આગળના કાચ તૂટી ગયા હતા. બસમાં 11 મુસાફરો ઉપરાંત ડ્રાઈવર અને કંડક્ટર પણ સવાર હતા. જોકે, તમામ સુરક્ષિત છે અને કોઈને ગંભીર ઈજા થઈ નથી.
    Click here to Read More
    Previous Article
    વેરાવળમાં રામદેવપીરના ધ્વજારોહણ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા:ખારવા સમાજ સાગરપુત્ર ફાઉન્ડેશન દ્વારા આયોજિત, રાજકીય-સામાજિક અગ્રણીઓએ સ્વાગત કર્યું
    Next Article
    વેરાવળની ત્રિશાએ માટીના ગણપતિ બનાવી પર્યાવરણ જાળવણીનો સંદેશ આપ્યો:સેન્ટ મેરી સ્કૂલની ધોરણ 7ની વિદ્યાર્થીનીની પહેલને સમાજે બિરદાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment