Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઝાંઝરડામાં ટીપી સ્કીમ નંબર 7 નો રોષ:ચાર્જ અને જમીન કપાત સામે ખેડૂતોનું આવેદનપત્ર,રહીશો એ કહ્યું ન્યાય નહીં આપવામાં આવે તો આજ પછી અમે ભાજપનો બહિષ્કાર કરશુ.

    9 hours ago

    ​તાજેતરમાં ઝાંઝરડા ગામના ખેડૂત ખાતેદારો અને ગ્રામજનો દ્વારા ગામમાં લાગુ કરવામાં આવી રહેલી ટીપી નંબર 7 સામે ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે. આ વિરોધના ભાગરૂપે સમસ્ત ગ્રામજનો દ્વારા એક વિશાળ રેલી યોજવામાં આવી હતી અને ત્યારબાદ ટીપીઓ કચેરીએ પહોંચીને સાહેબને આવેદનપત્ર તથા લેખિત વાંધા અરજીઓ રજૂ કરવામાં આવી હતી. ગ્રામજનોની મુખ્ય રજૂઆત છે કે આ ટીપી સ્કીમ અંતર્ગત ખેડૂતોની જમીનમાંથી 40 ટકા જમીન કપાત કરવામાં આવી રહી છે, સામે પક્ષે કોઈ યોગ્ય વળતરની જોગવાઈ નથી અને ઊલટાનું ખેડૂતો પાસેથી લાખો રૂપિયાનો ભારેખમ બેટરમેન્ટ ચાર્જ વસૂલવાની નોટિસો આપવામાં આવી છે.આ યોજનાથી ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેમણે આ ટીપી સ્કીમને સંપૂર્ણપણે રદ કરવાની માંગ કરી છે. ઝાંઝરડા ગામના રહીશ દર્શિતાબેન પિયુષભાઈ ડોંગાએ જણાવ્યું હતું કે અમારો મુખ્ય પ્રશ્ન એ છે કે અમારી પાસે નાનો જમીનનો ટુકડો છે, એમાંથી 40 ટકા કપાતમાં જાય છે અને પ્લસ બેટરમેન્ટ ચાર્જ ખેડૂતે ભોગવવાનો થાય છે. અમારે કોઈ ટીપી જોઈતી નથી અને ત્યાં કોઈ બંગલા બનાવવા નથી, અમારે ખેતરમાં શાંતિથી ખેતી કરવી છે. તેમણે ઉમેર્યું હતું કે અત્યાર સુધી અમે ભાજપને જ મત આપ્યા છે, પરંતુ જો અમને ન્યાય નહીં મળે તો આજ પછી અમે ભાજપનો અને આગામી ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કરીશું. ખેડૂત ખાતેદાર અશોકભાઈ ગોવર્ધનભાઈ કાચાએ જણાવ્યું હતું કે ઝાંઝરડા ગામમાં સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ ટીપી નંબર 7 ના મસૌદાના તેઓ તદ્દન વિરોધમાં છે. ખેડૂતો પાસેથી 25 લાખ રૂપિયાથી માંડીને દોઢથી બે કરોડ રૂપિયા સુધીનો બેટરમેન્ટ ચાર્જ વસૂલવાની નોટિસો આવી છે, જે સંપૂર્ણ ખેતી કરતા ખેડૂતો ભરવા માટે લાયક જ નથી. જમીન કપાતનું કોઈ વળતર અપાતું નથી અને સામેથી ચાર્જ વસૂલાય છે, જેથી જો ખેડૂતોના હિતમાં નિર્ણય નહીં આવે તો 2027 ની ચૂંટણીમાં સરકારને આંકડા પાણીએ રોવાનો વારો આવશે અને ગામવતી ભાજપનો સંપૂર્ણ બહિષ્કાર કરાશે. ​રહીશ અશ્વિન કાછડીયાએ જણાવ્યું હતું કે અમારી પાસે 6 વીઘા જમીન છે, જેમાં સરકાર 40 ટકા જમીન કાપી લે અને બેટરમેન્ટ ચાર્જ આપે તો અમારે શું કરવું? નાના ભાઈનું સગપણ પણ તૂટી જાય તેવી સ્થિતિ સર્જાઈ છે અને ઘરે મકાન પણ 30 ટકા કપાતમાં જાય તેમ છે, જેના કારણે વાડી અને ઘર બંને જગ્યાએ ચિંતાઓ સતાવી રહી છે. ​કેશુભાઈએ જણાવ્યું હતું કે અમારી પાસે 10 વીઘા જગા હતી, જેમાં સરકાર દ્વારા 40 ટકા જમીન કાપી લેવામાં આવી છે. એક દીકરાના લગ્ન થયા છે અને બીજાની હગાઈ કરી છે, ત્યારે જો આ જમીન અને મકાનના પ્રશ્ને હગાઈ તૂટી જાય તો હવે બીજી જગ્યાએ સંબંધ થાય એવી કોઈ પરિસ્થિતિ નથી. તેથી સરકારે નાના નાના ખેડૂતોનું ધ્યાન રાખીને આ અંગે યોગ્ય અને સારા પગલાં લેવા જોઈએ
    Click here to Read More
    Previous Article
    જ્ઞાનેશ કુમારના સમર્થનમાં 42 પૂર્વ જજોનો પત્ર:SIRને યોગ્ય ગણાવ્યું, લખ્યું- પુરાવા વિના વોટ ચોરીના આરોપો લોકોનો વિશ્વાસ ઘટાડી શકે છે
    Next Article
    ચાણસ્મા છેતરપિંડીના ગુનામાં નાસતા ફરતા બે આરોપી ઝડપાયા:પાટણ એલસીબીએ તેમને અમદાવાદથી પકડ્યા, અનેક પોલીસ મથકોમાં ગુના નોંધાયેલા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment