Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચાણસ્મા છેતરપિંડીના ગુનામાં નાસતા ફરતા બે આરોપી ઝડપાયા:પાટણ એલસીબીએ તેમને અમદાવાદથી પકડ્યા, અનેક પોલીસ મથકોમાં ગુના નોંધાયેલા

    8 hours ago

    ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છેતરપિંડીના ગુનામાં કોર્ટના વોરંટના આધારે પાટણ એલસીબીએ અમદાવાદથી બે આરોપીઓને પકડ્યા છે. નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે ચલાવાઈ રહેલી સ્પેશિયલ ડ્રાઇવ હેઠળ આ કાર્યવાહી કરાઈ. પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે આરોપીઓ અમદાવાદમાં છુપાયા છે. બાતમીના આધારે એલસીબી ટીમે અમદાવાદમાં દરોડો પાડ્યો. તેમણે અનિલગીરી સુરેશગીરી ગૌસ્વામી (ઉંમર 39, મૂળ વસાઈ ડાભલા, હાલ અમદાવાદ) અને ભૌતીકગીરી રમેશગીરી ગૌસ્વામી (ઉંમર 34, મૂળ ઈડર, હાલ અમદાવાદ)ને તેમના ઘરેથી પકડ્યા. પોલીસે બંનેની અટકાયત કરી વધુ તપાસ માટે ચાણસ્મા પોલીસ સ્ટેશનને સોંપ્યા. પકડાયેલા અનિલગીરી ગૌસ્વામી સામે અગાઉ સાબરમતી પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો એક ગુનો નોંધાયેલો છે. ભૌતીકગીરી ગૌસ્વામી સામે સાબરમતી, નરોડા, માધવપુરા, સરદારનગર, ચિલોડા અને સરસ્વતી પોલીસ સ્ટેશન સહિત 7 ગુના નોંધાયેલા છે. આ ગુનાઓમાં છેતરપિંડી, વિશ્વાસઘાત, ધાકધમકી અને જુગાર ધારા હેઠળના કેસ સામેલ છે.
    Click here to Read More
    Previous Article
    ઝાંઝરડામાં ટીપી સ્કીમ નંબર 7 નો રોષ:ચાર્જ અને જમીન કપાત સામે ખેડૂતોનું આવેદનપત્ર,રહીશો એ કહ્યું ન્યાય નહીં આપવામાં આવે તો આજ પછી અમે ભાજપનો બહિષ્કાર કરશુ.
    Next Article
    NEXA મસ્કીટો રેપેલન્ટ કૌભાંડમાં મેટલ વેપારીઓ ભોગ બન્યા:મચ્છર મારવાની દવાના નામે લાકડાનો ભુક્કો પધરાવી લાખોની છેતરપિંડી, ભરૂચ અને અંકલેશ્વરના 8 વેપારીઓને બનાવ્યા નિશાન, 2 ભેજાબાજ ઝડપાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment