Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    NEXA મસ્કીટો રેપેલન્ટ કૌભાંડમાં મેટલ વેપારીઓ ભોગ બન્યા:મચ્છર મારવાની દવાના નામે લાકડાનો ભુક્કો પધરાવી લાખોની છેતરપિંડી, ભરૂચ અને અંકલેશ્વરના 8 વેપારીઓને બનાવ્યા નિશાન, 2 ભેજાબાજ ઝડપાયા

    7 घंटे पहले

    સુરતમાં ભોળા વેપારીઓને નિશાન બનાવી છેતરપિંડી આચરતી એક આંતરરાજ્ય ઠગ ટોળકીનો અડાજણ પોલીસે પર્દાફાશ કર્યો છે. મચ્છર મારવાની દવાનો ઓર્ડર લઈ તેની જગ્યાએ લાકડાનો ભુક્કો અને વહેર ભરેલા બોક્સ પધરાવી દેવાના ગુનામાં પોલીસે 2 રીઢા ગુનેગારોની અટકાયત કરી છે. આ બંને આરોપીઓ અગાઉથી નક્કી કરેલા પ્લાન મુજબ મેટલ વેપારીઓ અને દુકાનદારો સાથે છેતરપિંડી આચરી ફરાર થઈ જતા હતા. અનોખી મોડસ ઓપરેન્ડીથી છેતરપિંડી આચરી આરોપી સતિષ ગેહલોતે અડાજણની ભગવતી ટ્રેડર્સમાં જઈ સેલ્સમેન તરીકે ઓળખ આપી મચ્છર દવાનું સેમ્પલ આપ્યું હતું. ત્યારબાદ તેનો સાગરીત રામક્રિષ્ણ પાટીલ ગ્રાહક બનીને આવ્યો અને આ જ દવાનો મોટો ઓર્ડર આપી ડિપોઝીટ આપી હતી. મોટી કમાણીની લાલચમાં વેપારીએ ₹14,000નો માલ ખરીદ્યો પરંતુ બોક્સમાંથી માત્ર લાકડાનો ભુક્કો નીકળ્યો હતો. બે રીઢા આરોપીઓની અટકાયત પોલીસે અટકાયત કરેલા આરોપીઓમાં મૂળ મધ્યપ્રદેશના ઇન્દોરનો વતની સતિષ ગેહલોદ અને મહારાષ્ટ્રના જલગાંવનો વતની રામક્રિષ્ણ પાટીલ સામેલ છે. આ બંને ભેજાબાજો પોતાના વ્યવસાયની આડમાં છેતરપિંડીનો કાળો કારોબાર ચલાવતા હતા. આરોપીઓએ પ્રાથમિક પૂછપરછ દરમિયાન ₹22,000થી વધુની છેતરપિંડી આચરી હોવાની કબૂલાત કરી છે. વિવિધ શહેરોના વેપારીઓને છેતર્યા આ જોડીએ અડાજણ ઉપરાંત વરાછાની શ્રી શ્યામ નોવેલ્ટી પાસેથી ₹11,250 તેમજ ભરૂચ અને અંકલેશ્વરમાંથી ₹18,000 ખંખેરી લીધા હતા. તેમણે સચિન, પાંડેસરા અને સેલવાસ સુધી પોતાનું નેટવર્ક ફેલાવ્યું હતું. અલગ-અલગ 8 વેપારીઓને માલ પધરાવ્યા બાદ તેઓ પોતાના મોબાઈલ ફોન સ્વિચ ઓફ કરી દેતા હતા. ડીસીપીએ ઘટના અંગે માહિતી આપી ડીસીપી લખધીર સિંહ ઝાલાએ જણાવ્યું કે ચંદનસિંહ રાજપુરોહિતની ફરિયાદના આધારે પોલીસે તપાસ કરી સતીશ અને રામકૃષ્ણને પકડી પાડ્યા છે. આરોપીઓ સેમ્પલ આપ્યા બાદ મોટો ઓર્ડર મેળવી સસ્તા કે ખરાબ પ્રોડક્ટ પધરાવી દેતા હતા. અંકલેશ્વર, ભરૂચ અને પાંડેસરા સહિતના વિસ્તારોમાં 8 વેપારીઓ સાથે છેતરપિંડી થયાનું બહાર આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    ચાણસ્મા છેતરપિંડીના ગુનામાં નાસતા ફરતા બે આરોપી ઝડપાયા:પાટણ એલસીબીએ તેમને અમદાવાદથી પકડ્યા, અનેક પોલીસ મથકોમાં ગુના નોંધાયેલા
    Next Article
    કાલથી ગીર અભયારણ્ય પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાશે:ચોમાસાની સીઝન બાદ ઈકો ટુરિઝમ ઝોન વહેલું ખુલ્લું મુકાતા પ્રવાસીઓમાં ઉત્સાહ, ઓનલાઈન પરમિટ બુકિંગ શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment