Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળમાં રામદેવપીરના ધ્વજારોહણ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા:ખારવા સમાજ સાગરપુત્ર ફાઉન્ડેશન દ્વારા આયોજિત, રાજકીય-સામાજિક અગ્રણીઓએ સ્વાગત કર્યું

    1 day ago

    વેરાવળમાં સમસ્ત ખારવા સમાજ સાગરપુત્ર ફાઉન્ડેશન દ્વારા રામદેવપીરના ધ્વજારોહણ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ યાત્રા પટેલ દામજીભાઈ ફોફંડી અને અધ્યક્ષ લખમભાઈ ભેસલાની આગેવાનીમાં ઘનશ્યામ પ્લોટ કામનાથ મંદિરથી શરૂ થઈ હતી. રાજકીય, સામાજિક અને વેપારી અગ્રણીઓએ શોભાયાત્રાનું સ્વાગત કર્યું હતું. સમાજની વર્ષો જૂની પરંપરા મુજબ, આ યાત્રા જાલેશ્વર ખાતે આવેલા રામાપીરના મંદિર સુધી પહોંચી હતી. શહેરના ધર્મપ્રેમી લોકોએ રામદેવજી મહારાજના દર્શનનો લાભ લીધો હતો. આ શોભાયાત્રામાં રાજકીય અગ્રણીઓ, વેપારી સંગઠનો, જ્ઞાતિ સમાજના પટેલો અને સામાજિક અગ્રણીઓ હાજર રહ્યા હતા. તેમણ સાગરપુત્ર ફાઉન્ડેશન ખારવા સમાજના પટેલ દામજીભાઈ ફોફંડી, અધ્યક્ષ લખમભાઈ ભેસલા, નગરપાલિકા પ્રમુખ નરેશભાઈ ગોહેલ, જગદીશભાઈ ફોફંડી, મનસુખભાઈ સુયાણી, કિશનભાઈ ફોફંડી, પ્રભુદાસભાઈ કુહાડા, તુલસી ગોહેલભાઈ, મનીષભાઈ સુયાણી અને સંજયભાઈ કુહાડા સહિતના સમાજના અગ્રણીઓનું હારતોરાથી સ્વાગત કર્યું હતું. શોભાયાત્રામાં ખારવા સમાજના વિદ્યાર્થીઓએ તૈયાર કરેલા વિવિધ ધાર્મિક ફ્લોટ્સ આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યા હતા. આ ફ્લોટ્સમાં બ્રહ્મકુમારી વિશ્વવિદ્યાલય, સંસ્કૃતિ યુનિવર્સિટી, સ્વામિનારાયણ મંદિર અને ફોજી મિલિટરીની થીમ પર દેવી-દેવતાઓના સ્વરૂપો રજૂ કરવામાં આવ્યા હતા. ઊંટ અને ઘોડા પર સવાર લોકો સાથે ડીજેના તાલે નીકળેલી આ 1 કિલોમીટર લાંબી શોભાયાત્રાએ વેરાવળ શહેરમાં ભક્તિમય વાતાવરણ ઊભું કર્યું હતું. જલારામ ડેરી ફાર્મ, પીડીજે જ્વેલર્સ, લોહાણા મહાજન વેરાવળ, અષ્ટવિનાયક ગ્રુપ, સિંધી સમાજ, ભોઈ સમાજ, સલાટ સમાજ, કોળી સમાજ, સમસ્ત મુસ્લિમ સમાજ અને ચોટાઈ પરિવાર સહિતની સામાજિક સંસ્થાઓના હોદ્દેદારો અને જ્ઞાતિ પ્રમુખો દ્વારા રામદેવજી મહારાજના દર્શન અને શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. વર્ષો જૂની પરંપરા મુજબ, રામદેવજી મહારાજને ધજા અને પૂજાપો ચઢાવીને આવનારી ફિશિંગ સીઝન સારી જાય તે માટે પ્રાર્થના કરવામાં આવે છે. ખારવા સમાજ સામાજિક, શૈક્ષણિક અને આર્થિક રીતે સદ્ધર બને તેવી પણ પ્રાર્થના કરાય છે. સમૂહમાં રામદેવજી મહારાજને ચઢાવેલો મીઠો ભાત સૌ કોઈ પ્રસાદી તરીકે લે છે. બીજા દિવસથી પોતાની બોટમાં ફિશિંગ માટે જવાની તૈયારી કરવાની આ પરંપરા ખારવા સમાજના વડીલો દ્વારા શરૂ કરવામાં આવી હતી, જે આજે પણ શ્રદ્ધા અને ધાર્મિકતાથી ઉજવાય છે. સાગરપુત્ર ફાઉન્ડેશન સમાજને ઉચ્ચ સ્થાને લઈ જવા માટે સક્રિયપણે કાર્યરત છે. તે સમાજના દરેક વર્ગના પરિવારો સુધી માહિતી પહોંચાડે છે અને જાગૃતિ લાવે છે. ફાઉન્ડેશન દ્વારા એજ્યુકેશન કોમ્પ્યુટર ક્લાસ, બહેનો માટે સીવણ ક્લાસ અને બ્યુટી પાર્લર ક્લાસ સહિતના બિઝનેસ અવેરનેસ પ્રોગ્રામ ચલાવવામાં આવે છે. આ ઉપરાંત, સરકારની યોજનાઓનો લાભ આપવા માટે પણ સંસ્થા પ્રયત્નશીલ રહે છે.
    Click here to Read More
    Previous Article
    દિલ્હીના કાલકાજીમાં સગીરા સાથે સામૂહિક બળાત્કાર:દર્શન કર્યા બાદ પાર્કમાં ગઈ હતી, 3 યુવકોએ પોલીસકર્મી બનીને ધમકાવી, એકની ધરપકડ; સપ્ટેમ્બરમાં ત્રીજો મામલો
    Next Article
    ટુ વ્હીલર ચાલકને બચાવવા જતા ટ્રક પાછળ બસ ઘૂસી:સોમનાથ-વેરાવળ બાયપાસ પર અકસ્માત, 11 મુસાફરોનો જીવ તાળવે ચોંટ્યો; જાનહાનિ ટળી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment