Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    DDO ઉત્સવ ગૌતમે છેવાડાના માનવી સુધી યોજનાનો લાભ પહોંચાડવા આદેશ:કચ્છ જિલ્લા પંચાયતમાં આરોગ્ય સેવાઓની સમીક્ષા બેઠક યોજાઈ

    11 hours ago

    કચ્છ જિલ્લામાં આરોગ્ય અને પોષણની કામગીરી વધુ સારી બનાવવા માટે જિલ્લા વિકાસ અધિકારી (DDO) ઉત્સવ ગૌતમના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. આ બેઠક જિલ્લા પંચાયત ખાતે થઈ હતી. DDO ઉત્સવ ગૌતમે અધિકારીઓને સરકારી આરોગ્ય યોજનાઓનો લાભ છેવાડાના અને જરૂરિયાતમંદ લોકો સુધી સમયસર પહોંચાડવા ખાસ સૂચનાઓ આપી હતી. બેઠક દરમિયાન પોષણ ટાસ્ક ફોર્સ અને એક્ઝિક્યુટિવ કમિટીની કામગીરીનો અહેવાલ લેવામાં આવ્યો. જિલ્લામાં આરોગ્ય અને પોષણ ક્ષેત્રે થયેલી પ્રગતિની સમીક્ષા કરાઈ. આ બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. મિતેશ ભંડેરી અને આરોગ્ય વિભાગના અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા. બાળકો, સગર્ભા મહિલાઓ અને ધાત્રી માતાઓના પોષણની સ્થિતિ પર ચર્ચા થઈ. કુપોષણની વહેલી ઓળખ અને તાત્કાલિક સારવાર પર ભાર મૂકવામાં આવ્યો. ગંભીર કુપોષિત બાળકોને યોગ્ય સારવાર કેન્દ્ર સુધી પહોંચાડવા સૂચના અપાઈ. CMTC, NRC, AMB, નેશનલ ડીવોર્મિંગ ડે અને વિટામિન-એ જેવી કામગીરી અસરકારક રીતે થાય તે માટે માર્ગદર્શન અપાયું. સગર્ભા મહિલાઓની સમયસર નોંધણી, નિયમિત આરોગ્ય તપાસ અને હાઈ રિસ્ક સગર્ભાની ઓળખની સમીક્ષા થઈ. સંસ્થાકીય પ્રસૂતિને પ્રોત્સાહન આપવા પર પણ ભાર મૂકાયો. HBNC, HBYC, મમતા દિવસ, ગૌરવ દિવસ અને VPD જેવી કામગીરીને વધુ મજબૂત બનાવવા સૂચના અપાઈ. બાળકોમાં જન્મજાત ખોડખાંપણ, હૃદયરોગ, સાંભળવાની અને જોવાની સમસ્યાઓ ઝડપથી ઓળખી સારવાર મળે તે માટે ખાસ ધ્યાન આપવા જણાવાયું. ટીબી અને રક્તપિત્ત ઉપરાંત મલેરિયા, ડેન્ગ્યુ, HIV/AIDS, NCD, માનસિક આરોગ્ય અને આંખની સારવાર જેવા કાર્યક્રમોની પ્રગતિ પણ તપાસવામાં આવી. તાલુકા આરોગ્ય અધિકારીઓને નિયમિત સર્વેલન્સ કરી રોગચાળાની સ્થિતિ પર સતત નજર રાખવા જણાવાયું. શંકાસ્પદ દર્દીઓનું સમયસર નિદાન અને સારવાર સુનિશ્ચિત કરવા પણ આદેશ અપાયો. હાઈપરટેન્શન અને ડાયાબિટીસના દર્દીઓની તપાસ પછી નિયમિત ફોલોઅપ થાય તેના પર ભાર મૂકાયો. નમોશ્રી અને PMMVY જેવી યોજનાઓમાં પાત્ર લાભાર્થીઓની વિગતો સમયસર અને ચોકસાઈપૂર્વક નોંધાય તે સુનિશ્ચિત કરવા જણાવાયું. કોઈ પણ લાભાર્થી યોજનાથી વંચિત ન રહે તે માટે પણ સૂચના અપાઈ. DDO ઉત્સવ ગૌતમે ફિલ્ડ સ્તરની કામગીરીની નિયમિત તપાસ કરવા જણાવ્યું. જો કોઈ ખામી જણાય તો તાત્કાલિક સુધારાત્મક પગલાં લેવા આદેશ આપ્યો. આરોગ્ય સાથે મહિલા અને બાળ વિકાસ, શિક્ષણ તેમજ અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ વચ્ચે સંકલન વધારવા પણ સૂચના અપાઈ. આનાથી કચ્છમાં આરોગ્ય સેવાઓની પહોંચ વધુ વ્યાપક બનશે.
    Click here to Read More
    Previous Article
    પુત્ર પ્રાપ્તિની ઘેલછામાં 3 દીકરીના પિતાએ પોતાનું પેટ ચીરી નાખ્યું:પ્રસાદરૂપે માનતાના દાણાની સાથે 100ની નોટ ગળી જતા માનસિક સંતુલન ગુમાવ્યું, ગાંધીનગરનો શોકિંગ કિસ્સો
    Next Article
    દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણ પર PhD કરનાર પૂજારી:ડૉ. નિર્ભયરામજીએ બનાવ્યું હતું 'હરિવંશ વૃક્ષ', વંશજ પાસેથી મળી રસપ્રદ માહિતી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment