Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કચ્છ યુનિવર્સિટીમાં સાંસદ વિનોદ ચાવડાના હસ્તે બે પુસ્તકોનું વિમોચન કરાયું:કચ્છી વાર્તાસંગ્રહના હિન્દી અનુવાદ 'અમાનત' દ્વારા સાહિત્યને રાષ્ટ્રીય સ્તરે ઓળખ મળશે

    1 day ago

    કચ્છ યુનિવર્સિટીના પ્રાંગણમાં તાજેતરમાં જ્ઞાન અને સાહિત્યનો સંગમ જોવા મળ્યો હતો. કે.એસ.કે.વી. કચ્છ યુનિવર્સિટી, કચ્છી સાહિત્ય કલા સંઘ-મોરઝર અને ગુજરાતી ભાષા ભવનના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં કચ્છ-મોરબીના સાંસદ વિનોદ ચાવડાના હસ્તે બે મહત્વપૂર્ણ ગ્રંથો 'શિક્ષણામૃત' અને 'અમાનત'નું વિમોચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંશોધન અને માતૃભાષાના સંવર્ધનના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી થઈ હતી. યુનિવર્સિટીના કુલસચિવ ડો. અનિલ ગોરે ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું. કચ્છી સાહિત્ય કલા સંઘના પ્રમુખ દિલીપ રાજા કાપડીએ યુનિવર્સિટી સાથેના એમઓયુ પછીના આ પ્રથમ સંયુક્ત કાર્યક્રમને ઐતિહાસિક ગણાવ્યો હતો. કુલપતિ ડો. મોહન પટેલે કચ્છી ભાષા અને તેના સાહિત્યના સંવર્ધન માટે યુનિવર્સિટીની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે નખત્રાણા તાલુકાના સુખપર (રોહા) ગામના વતની, કવયિત્રી અને શિક્ષિકા ડો. કોમલ સચદેના સંશોધન ગ્રંથ 'શિક્ષણામૃત'નું વિમોચન થયું હતું. પુસ્તકનું અનાવરણ કરતાં સાંસદ વિનોદ ચાવડાએ ડો. કોમલ સચદેની સિદ્ધિઓની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે તેમનું સંશોધન શિક્ષણ જગતને નવી દિશા આપનારું સાબિત થશે અને આવા અભ્યાસલક્ષી ગ્રંથો શિક્ષણ ક્ષેત્રમાં ગુણવત્તા વધારવામાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે. ડો. કોમલ સચદેના પીએચ.ડી. સંશોધનમાં ડો. દિનેશ પટેલે માર્ગદર્શન આપ્યું હતું, જ્યારે ડો. દક્ષા મહેતાએ આ કૃતિને શિક્ષણ અને સાહિત્યના ઊંડા અભ્યાસનો મૂલ્યવાન દસ્તાવેજ ગણાવ્યો હતો. કાર્યક્રમમાં કચ્છી સાહિત્યને રાષ્ટ્રીય સ્તરે પહોંચાડતી વધુ એક કૃતિનું પણ વિમોચન થયું હતું. જાણીતા સર્જક વિશ્રામ ગઢવી 'લાયજા'ના લોકપ્રિય કચ્છી વાર્તાસંગ્રહ 'ઓમાણ'ના હિન્દી અનુવાદ 'અમાનત'નું અનાવરણ કરવામાં આવ્યું. વર્ષ 2019માં શ્રેષ્ઠ ગદ્ય પુસ્તક તરીકે સન્માનિત થયેલી આ કૃતિનો હિન્દી અનુવાદ સ્વ. ડો. માધુરી છેડાએ તૈયાર કર્યો હતો. વક્તાઓએ જણાવ્યું કે આ અનુવાદ દ્વારા કચ્છી સાહિત્યને રાષ્ટ્રીય વાચકવર્ગ સુધી પહોંચાડવાનો મહત્વપૂર્ણ પ્રયાસ થયો છે. ડો. કાશ્મીરા મહેતાએ ઉમેર્યું કે પ્રાદેશિક ભાષાની શ્રેષ્ઠ કૃતિઓ અન્ય ભાષાઓમાં ઉપલબ્ધ થવાથી સ્થાનિક સાહિત્યને વ્યાપક ઓળખ મળે છે. પુસ્તકોના સર્જકો વિશ્રામ ગઢવી 'લાયજા' અને ડો. કોમલ સચદેએ પોતાના સર્જનપ્રવાસ દરમિયાન સહયોગ આપનારા તમામ વ્યક્તિઓ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે સાહિત્ય સર્જનને સતત પ્રોત્સાહન મળતું રહે તેવી આશા પણ વ્યક્ત કરી હતી.
    Click here to Read More
    Previous Article
    DDO લાલપુર તાલુકાની ગ્રામ પંચાયત, આરોગ્ય કેન્દ્રની સમીક્ષા કરી:ચોરબેડી પંચાયતનું દફતર તપાસ્યું, મોટા ખડબા આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી
    Next Article
    Delhi May Lease 'Sheesh Mahal' To Luxury Hotel, Keep It Open For State Events

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment