Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ RTOમાં મોટરસાયકલ માટે નવી GJ-24-CA શ્રેણી:પસંદગીના નંબર માટે ઈ-ઓક્શન 15જૂન, 2026થી શરૂ થશે

    11 hours ago

    પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી (RTO), પાટણ દ્વારા મોટરસાયકલ માટે નવી શ્રેણી "GJ-24-CA"ના પસંદગીના (ફેન્સી) નંબરની ફાળવણી માટે ઓનલાઈન ઈ-ઓક્શન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ સુવિધા વાહનચાલકોને પોતાની પસંદગીનો વિશિષ્ટ નંબર મેળવવાની તક પૂરી પાડે છે. આ ઈ-ઓક્શન દ્વારા વાહનમાલિકો સિલ્વર અને ગોલ્ડન શ્રેણીના પસંદગીના નંબર માટે ઓનલાઈન અરજી કરી શકશે. રસ ધરાવતા અરજદારો ભારત સરકારના પરિવહન વિભાગની વેબસાઈટ https://parivahan.gov.in/fancy પર નોંધણી કરાવી ઈ-ઓક્શનમાં ભાગ લઈ શકે છે. ઓનલાઈન અરજી અને બેઝ રકમની ચુકવણી તા. 15 જૂન, 2026ના રોજ સવારે 11:00કલાકથી તા. 17 જૂન, 2026ના રોજ સાંજે 5:00કલાક સુધી કરી શકાશે. ત્યારબાદ, ઓનલાઈન બિડિંગ પ્રક્રિયા તા. 17 જૂન, 2026ના રોજ સવારે 11:00 કલાકથી તા. 18 જૂન, 2026ના રોજ સાંજે 6:00કલાક સુધી યોજાશે. ઈ-ઓક્શનનું પરિણામ તા. 18જૂન, 2026ના રોજ સાંજે 6:00 કલાકે ઓનલાઈન જાહેર કરવામાં આવશે. સફળ બિડરોએ પરિણામ જાહેર થયાના 21 દિવસની અંદર જરૂરી દસ્તાવેજો રજૂ કરી આગળની કાર્યવાહી પૂર્ણ કરવાની રહેશે. RTO તંત્ર દ્વારા જણાવાયું છે કે ઈ-ઓક્શન દરમિયાન અરજદારો રૂ. 3000ના ગુણાંકમાં પોતાની બિડ વધારી શકશે. સફળ બિડરોએ બાકી રકમ નિર્ધારિત સમયમર્યાદામાં ઓનલાઈન જમા કરાવવાની રહેશે. સમયસર ચુકવણી ન થવા પર ફેન્સી નંબરની ફી પરત આપવામાં આવશે નહીં. પાટણ RTOએ વાહનચાલકોને આ સુવિધાનો લાભ લઈ પોતાની પસંદગીનો વિશિષ્ટ નંબર મેળવવા અપીલ કરી છે. ઈ-ઓક્શન અંગે વધુ માહિતી માટે પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, પાટણનો સંપર્ક કરવા જણાવાયું છે.
    Click here to Read More
    Previous Article
    સિદસર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સહિત શહેરના 13 વોર્ડમાં યોગ કાર્યક્રમો યોજાશે:'યોગા ફોર હેલ્ધી એજિંગ’ થીમ અંતર્ગત 12 મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ની ઉજવણી કરાશે
    Next Article
    મહાનગરપાલિકાના જૂના રેકર્ડ ચોરી કેસનો ભેદ ઉકેલાયો:મનપાના રેકર્ડ રૂમમાંથી જુના રેકર્ડના પોટલાની ચોરી કરનાર ભાવનગરના શખ્સને દબોચ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment