Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહાનગરપાલિકાના જૂના રેકર્ડ ચોરી કેસનો ભેદ ઉકેલાયો:મનપાના રેકર્ડ રૂમમાંથી જુના રેકર્ડના પોટલાની ચોરી કરનાર ભાવનગરના શખ્સને દબોચ્યો

    10 hours ago

    ભાવનગર મહાનગરપાલિકાના મહત્વના અને જૂના સરકારી દસ્તાવેજોની ચોરીના ચકચારી કેસનો ગંગાજળિયા પોલીસે પર્દાફાશ કર્યો છે. મોતીબાગ ટાઉન હોલ પાસે પાર્ક કરેલી એક ભંગાર જીપમાંથી સરકારી રેકોર્ડના પોટલા મળી આવવાના કેસમાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કરીને એક શખ્સની ધરપકડ કરી છે. રૂપમચોક વિસ્તારમાં ફૂટપાથ પર રહેતા આ આરોપીએ મનપાના રેકોર્ડ રૂમનું શટર તોડીને આ આખી ચોરી આચરી હોવાની ચોંકાવનારી કબૂલાત આપી છે. કન્ડમ જીપમાંથી સરકારી રેકોર્ડ મળતા મચ્યો હતો હડકંપ આ ઘટનાની વિગત એવી છે કે, ગત 21 એપ્રિલ, 2026ના રોજ શહેરના મોતીબાગ ટાઉન હોલ પાસે આવેલા આઈ.સી.ડી.એસ. (ICDS) વિભાગની એક કન્ડમ (ભંગાર) જીપમાંથી ભાવનગર મહાનગરપાલિકાના જુદા-જુદા વિભાગના જૂના રેકોર્ડના પોટલા બિનવારસી હાલતમાં મળી આવ્યા હતા. જાહેર રસ્તા પર સરકારી દસ્તાવેજો મળવાના કારણે મ્યુનિસિપલ કમિશનર દ્વારા આ બાબતની તપાસ માટે તાત્કાલિક એક ખાસ તપાસ કમિટીની રચના કરવામાં આવી હતી. આ કમિટીએ જ્યારે ઊંડાણપૂર્વક તપાસ કરી ત્યારે માલૂમ પડ્યું કે આ દસ્તાવેજો ક્યાંકથી ચોરી કરીને અહીં છુપાવવામાં આવ્યા હતા. શોપિંગ સેન્ટરમાં આવેલા રેકોર્ડ રૂમના તાળા તૂટ્યા હતા મનપાની તપાસ સમિતિએ તપાસ લંબાવતા ધ્યાન પર આવ્યું હતું કે, રૂપમચોક ઘોઘાગેટ પોલીસ ચોકીની પાછળ આવેલા નગીનદાસ વાણિજ્ય ભવન શોપિંગ સેન્ટરના બીજા માળે મનપાનો સત્તાવાર રેકોર્ડ રૂમ આવેલો છે. કમિટી જ્યારે ત્યાં પહોંચી ત્યારે રેકોર્ડ રૂમના શટરના બંને તાળા કોઈ તીક્ષ્ણ સાધન વડે કાપેલા જોવા મળ્યા હતા અને અંદરનો તમામ સામાન અસ્તવ્યસ્ત પડેલો હતો. તા. 12/03/2026થી તા. 21/04/2026 દરમિયાન કોઈ અજાણ્યા તસ્કરોએ આ રૂમમાં ગેરકાયદેસર પ્રવેશ કરીને જુદા-જુદા વિભાગના મહત્વના જુના રેકોર્ડના પોટલા ચોરી કર્યા હતા અને બાદમાં તેને મોતીબાગ ખાતે કન્ડમ જીપમાં છુપાવી દીધા હતા. ગંગાજળિયા પોલીસ મથકે નોંધાઈ હતી ફરિયાદ સરકારી મિલકત અને ગુપ્ત દસ્તાવેજોની ચોરીના આ ગંભીર મામલા સંદર્ભે ગત 29 એપ્રિલ, 2026ના રોજ ગંગાજળિયા પોલીસ મથકમાં અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 305(e), 331(3), 331(4) મુજબ ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. ઘટનાની ગંભીરતાને જોતાં પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને સ્થાનિક સોર્સિસની મદદથી અલગ-અલગ શકમંદોની યાદી બનાવીને તેમની પૂછપરછ શરૂ કરી હતી. ફૂટપાથ પર રહેતો ગફાર ચૌહાણ નીકળ્યો અસલી ચોર ગંગાજળિયા પોલીસ સ્ટેશનના સ્ટાફને મળેલી એક ચોક્કસ અને સચોટ બાતમીના આધારે પોલીસે શહેરના રૂપમચોક બિઝનેસ સેન્ટર પાસે ફૂટપાથ પર રહેતા 45 વર્ષીય ગફાર કાળુભાઇ ચૌહાણ નામના શખ્સને ઝડપી લીધો હતો. પોલીસ મથકે લાવીને જ્યારે તેની કડક પૂછપરછ કરવામાં આવી, ત્યારે આ શખ્સે જ રેકોર્ડ રૂમના તાળા તોડીને તમામ દસ્તાવેજોના પોટલા ચોર્યા હોવાની અને તેને મોતીબાગ પાસે કન્ડમ જીપમાં મુક્યા હોવાની ગુનાની કબૂલાત કરી લીધી છે. પોલીસે હાલ આ મામલે આરોપીની સત્તાવાર ધરપકડ કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    પાટણ RTOમાં મોટરસાયકલ માટે નવી GJ-24-CA શ્રેણી:પસંદગીના નંબર માટે ઈ-ઓક્શન 15જૂન, 2026થી શરૂ થશે
    Next Article
    નવા કલેક્ટરે પાટણની સંસ્થાઓને સ્વચ્છતા માટે હાકલ કરી:શહેરના વિકાસ અને સ્વચ્છતામાં સહયોગ આપવા અપીલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment