Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવા કલેક્ટરે પાટણની સંસ્થાઓને સ્વચ્છતા માટે હાકલ કરી:શહેરના વિકાસ અને સ્વચ્છતામાં સહયોગ આપવા અપીલ

    8 hours ago

    પાટણ જિલ્લાના નવનિયુક્ત કલેક્ટર પ્રશાંત જિલોવાએ ગુરુવારે શહેરની વિવિધ સેવાકીય, સામાજિક, ધાર્મિક અને શૈક્ષણિક સંસ્થાઓના વડાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન શહેરના વિકાસ કાર્યો અને સ્વચ્છતા અભિયાન અંગે ચર્ચા કરવામાં આવી હતી. સંસ્થાઓના વડાઓએ કલેક્ટરનું શાલ અને બુકેથી સન્માન કરી તેમનું સ્વાગત કર્યું હતું. તેમણે શહેર તેમજ જિલ્લાના વિકાસ કાર્યોમાં સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી હતી. કલેક્ટરે આ શુભેચ્છા મુલાકાત બદલ આભાર વ્યક્ત કર્યો હતો. કલેક્ટરે શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે સંસ્થાઓને આ દિશામાં કાર્ય કરવા પર ભાર મૂક્યો હતો. તેમણે સ્વચ્છતાના પ્રોજેક્ટમાં વહીવટીતંત્ર દ્વારા સંપૂર્ણ સહયોગ આપવાની તૈયારી પણ દર્શાવી હતી. આ શુભેચ્છા મુલાકાત દરમિયાન રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરમેન મુકેશભાઈ દેસાઈ, રામ રહીમ સંસ્થાના યતિનભાઈ ગાંધી, લાયન્સ-લીઓના મનોજભાઈ પટેલ, પદ્મનાભ મંદિર ટ્રસ્ટના પ્રમુખ યશપાલ સ્વામી, ફતેસિંહરાવ લાયબ્રેરીના ડો. શૈલેષભાઈ સોમપુરા, ભા.વિ.પ. સિદ્ધહેમ શાખાના કિશોરભાઈ મહેશ્વરી, ભાર્ગવભાઈ ચોકસી સહિત વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    મહાનગરપાલિકાના જૂના રેકર્ડ ચોરી કેસનો ભેદ ઉકેલાયો:મનપાના રેકર્ડ રૂમમાંથી જુના રેકર્ડના પોટલાની ચોરી કરનાર ભાવનગરના શખ્સને દબોચ્યો
    Next Article
    NewsClick के ख़िलाफ़ FIR ख़ारिज, ED को क्या-क्या कहा अदालत ने?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment