Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિદસર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સહિત શહેરના 13 વોર્ડમાં યોગ કાર્યક્રમો યોજાશે:'યોગા ફોર હેલ્ધી એજિંગ’ થીમ અંતર્ગત 12 મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ની ઉજવણી કરાશે

    12 hours ago

    આગામી 21 જૂનના રોજ યોજાનારા 12માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના સુચારુ આયોજન અંગે આજે ભાવનગર મહાનગરપાલિકાના કોન્ફરન્સ હોલ ખાતે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર જીનેશ મહેતાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર જીનેશ મહેતાએ જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યની સાથે ભાવનગર શહેરમાં પણ 21 જૂનના રોજ સિદસર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે મહાનગરપાલિકા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ યોજાશે. આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ‘યોગા ફોર હેલ્ધી એજિંગ’ થીમ હેઠળ કરવામાં આવશે. તેમણે શહેરના વિવિધ વિસ્તારોમાં વધુમાં વધુ નાગરિકો જોડાઈ શકે તે માટે 13 વોર્ડમાં પણ યોગ કાર્યક્રમો યોજવા અને તેના માટે જરૂરી તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા સંબંધિત અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. તેમણે કાર્યક્રમ સ્થળોએ યોગ માટેની બેઠક વ્યવસ્થા, પીવાના પાણીની સુવિધા, પ્રાથમિક સારવાર સહિતની આવશ્યક વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા સૂચનાઓ આપી હતી. સાથે જ ભાવેણાવાસીઓને વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં ઉત્સાહભેર સહભાગી થવા અનુરોધ કર્યો હતો. જિલ્લા યુવા વિકાસ અધિકારી વિક્રમસિંહ પરમારે બેઠકમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અંગેની વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, મુખ્ય કાર્યક્રમ ઉપરાંત શહેરના વિવિધ વોર્ડોમાં પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. જેમાં ચિત્રા-ફુલસર-નારી વોર્ડ માટે ૐ પાર્ટી પ્લોટ, કુંભારવાડા વોર્ડ માટે અક્ષર પાર્ક સ્કૂલ, વડવા-બી વોર્ડ માટે સરદાર પટેલ સ્કૂલ (શાસ્ત્રીનગર), કરચલિયા પરા વોર્ડ માટે રૂવાપરી માતાજી મંદિર પરિસર, ઉત્તર કૃષ્ણનગર વોર્ડ માટે આનંદનગર (વીમાના દવાખાના પાસે), પીરછલ્લા વોર્ડ માટે ઘોઘા સર્કલ અખાડો, તખ્તેશ્વર વોર્ડ ઉપરાંત વડવા-અ વોર્ડ માટે પીલ ગાર્ડન, પાનવાડી,બોરતળાવ વોર્ડ માટે માધવાનંદ-૨ ખાતે હનુમાનજી મંદિર પરિસર, કાળીયાબીડ વોર્ડ માટે શ્રી સરદાર પટેલ સ્કૂલ, દક્ષિણ સરદારનગર-અધેવાડા વોર્ડ માટે આર્યકુળ કન્યા વિદ્યાલય, ઉત્તર સરદારનગર-તરસમિયા વોર્ડ માટે છાપરું હોલ (ઘોઘા સર્કલ પાસે) તેમજ ઘોઘા સર્કલ-અકવાડા વોર્ડ માટે પરશુરામ પાર્ક ખાતે કાર્યક્રમો યોજાશે. આ બેઠકમાં જિલ્લા રમતગમત અધિકારી નરેશભાઈ ગોહિલ, મહાનગરપાલિકાના યોગ કોઓર્ડિનેટર છાયાબેન પટેલ સહિત સંબંધિત વિભાગોના અધિકારીઓ અને અમલીકરણ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    સાબરકાંઠા જિલ્લા પંચાયતની પ્રથમ સભામાં કમિટી રચના મુલતવી:અધિકારીઓની ફેરસુપ્રત સહિત ત્રણ મહત્વના મુદ્દા પર નિર્ણય નહીં
    Next Article
    પાટણ RTOમાં મોટરસાયકલ માટે નવી GJ-24-CA શ્રેણી:પસંદગીના નંબર માટે ઈ-ઓક્શન 15જૂન, 2026થી શરૂ થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment