Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાબરકાંઠા જિલ્લા પંચાયતની પ્રથમ સભામાં કમિટી રચના મુલતવી:અધિકારીઓની ફેરસુપ્રત સહિત ત્રણ મહત્વના મુદ્દા પર નિર્ણય નહીં

    14 hours ago

    સાબરકાંઠા જિલ્લા પંચાયતની પ્રથમ સામાન્ય સભા ગુરુવારે પ્રમુખ રીનાબેન પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ સભામાં વિવિધ કમિટીઓની રચના અને અધિકારીઓની ફેરસુપ્રત કરવાના મુદ્દાઓ એજન્ડામાં હતા, પરંતુ ત્રણ મહત્વના કામો અંગે કોઈ ચર્ચા કે નિર્ણય લેવાયા ન હતા. સભાના એજન્ડા નંબર 2માં વિવિધ કમિટીઓની રચના કરવાનો મુદ્દો સામેલ હતો. આ ઉપરાંત, જિલ્લા પંચાયતના અધિકારીઓની ફેરસુપ્રત કરવાનો પણ મુદ્દો હતો. જોકે, આ ત્રણ મહત્વના મુદ્દાઓ પર કોઈપણ ચર્ચા કર્યા વિના અન્ય કામો અંગે ચર્ચા કરાયા બાદ સામાન્ય સભા પૂર્ણ કરી દેવામાં આવી હતી. ગુરુવારે બપોરે એક વાગ્યે શરૂ થયેલી આ સભામાં એજન્ડાના કામ એક મુજબ ગત 23 મેના રોજ યોજાયેલ સામાન્ય સભાની કાર્યવાહી નોંધને વંચાણે લેવામાં આવી હતી. પંચાયત અધિનિયમ 1993ની કલમ 145 અન્વયે નવા ચૂંટાયેલા સદસ્યોની વરણી માટે વિવિધ સમિતિઓની રચના કરવાની હતી, જે મુલતવી રાખવામાં આવી હતી. સભામાં જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખના હેડક્વાર્ટર અંગે ચર્ચા કરાઈ હતી. જોકે, જિલ્લા પંચાયત કક્ષાએ જૈવ-વિવિધતા વ્યવસ્થાપન કમિટી તથા જિલ્લા પંચાયતના અધિકારીઓની ફેરસુપ્રત કરવા બાબતે કોઈ નિર્ણય લેવાયો ન હતો. જમીન મહેસૂલના દર અને લોકફંડ શેષની રકમમાં ફેરફાર સહિતના વિકાસ કામો અંગે ચર્ચા કરાયા બાદ સભા સમાપ્ત થઈ હતી. આગામી સમયમાં યોજાનારી સામાન્ય સભામાં કારોબારી સમિતિ અને વિવિધ સમિતિના ચેરમેનની વરણી કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    13 દિવસે પણ મ્યુનિ.કમિ.નો એક જ જવાબ 'તપાસનો વિષય':એમ.નાગરાજને કહ્યું-નાસીરનગર ડિમોલિશન કોણે કર્યું મને નથી ખબર, તપાસમાં સમય લાગે તે લાગવાનો જ છે
    Next Article
    સિદસર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સહિત શહેરના 13 વોર્ડમાં યોગ કાર્યક્રમો યોજાશે:'યોગા ફોર હેલ્ધી એજિંગ’ થીમ અંતર્ગત 12 મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ની ઉજવણી કરાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment