Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખેડા RTOની ઈ-હરાજીમાં ફેન્સી નંબરનો નવો રેકોર્ડ:GJ-07 DK-7 માટે રૂ. 15.12 લાખની સર્વોચ્ચ બોલી

    1 day ago

    ખેડા જિલ્લા આરટીઓ કચેરી દ્વારા તાજેતરમાં GJ 07 DK કારની નવી નંબર સિરીઝ જાહેર કરવામાં આવતા વાહન માલિકોમાં મનપસંદ અને વીઆઈપી નંબર મેળવવા ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ગોલ્ડન નંબર માટે રૂ. 40 હજાર અને સિલ્વર નંબર માટે રૂ. 15 હજારની મૂળ બિડપ્રાઇઝ નક્કી કરીને અરજીઓ મંગાવવામાં આવી હતી. નવી સિરીઝ જાહેર થતાં જ જિલ્લાના વાહનપ્રેમીઓએ મોટી સંખ્યામાં ઈ-હરાજીમાં ભાગ લેવા રસ દાખવ્યો હતો. 250થી વધુ અરજીઓ, ઈ-હરાજીમાં જામી જોરદાર સ્પર્ધા આરટીઓની અધિકૃત વેબસાઈટ મારફતે 250થી વધુ વાહન માલિકોએ ઓનલાઈન અરજી કરીને મનપસંદ નંબર મેળવવા પ્રયાસ કર્યો હતો. અરજી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ખેડા-નડિયાદ આરટીઓ કચેરીએ ઈ-હરાજી યોજી હતી, જેમાં ખાસ કરીને સિંગલ અને ડબલ ડિજિટના વીઆઈપી નંબરો માટે વાહન માલિકો વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળી હતી. '7' નંબર માટે બોલી પહોંચી રૂ. 15.12 લાખ સુધી નવી સિરીઝમાં સૌથી વધુ માંગ GJ 07 DK 7 નંબર માટે જોવા મળી હતી. એકથી વધુ વાહન માલિકોએ આ નંબર મેળવવા ભારે રસ દાખવતા ઈ-હરાજી દરમિયાન બોલીની રકમ સતત વધતી ગઈ હતી. અંતે રૂ. 45 લાખથી વધુ કિંમતની કાર ધરાવતા એક વાહન માલિકે GJ 07 DK 7 નંબર માટે રૂ. 15.12 લાખની સર્વોચ્ચ બોલી લગાવીને આ વીઆઈપી નંબર પોતાના નામે નોંધાવ્યો હતો. એક જ નંબર પરથી આરટીઓને મળી રેકોર્ડબ્રેક આવક આટલી મોટી રકમ ખર્ચીને ફેન્સી નંબર મેળવવા પાછળ પોતાનો શોખ પૂરો કરવાનો હેતુ હોવાનું વાહન માલિકે જણાવ્યું હતું. આ ઈ-હરાજી સાથે ખેડા-નડિયાદ આરટીઓ કચેરીના ઈતિહાસમાં નવો રેકોર્ડ નોંધાયો છે. એક જ ફેન્સી વાહન નંબર પરથી અત્યાર સુધીની સૌથી વધુ આવક આરટીઓને પ્રાપ્ત થતાં આ ઈ-હરાજી ચર્ચાનો વિષય બની છે.
    Click here to Read More
    Previous Article
    ખેડાના માતર નજીક ભારે વરસાદમાં દુર્ઘટના:કાર ગરનાળામાં ખાબકતા અમદાવાદના 4 લોકોના મોત, 2ને બચાવાયા
    Next Article
    ભાવનગરમાં આજે યલો એલર્ટ:વલ્લભીપુરમાં પોણો ઈંચ, ભાવનગર, સિહોર તથા મહુવામાં અડધો ઈંચ વરસાદ વરસ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment