Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખેડાના માતર નજીક ભારે વરસાદમાં દુર્ઘટના:કાર ગરનાળામાં ખાબકતા અમદાવાદના 4 લોકોના મોત, 2ને બચાવાયા

    1 day ago

    ખેડા જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદ વચ્ચે માતર નજીક એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો છે. ખેડા-માતર હાઈવે પર મોતીપુરા ગામ પાસે અમદાવાદના એક પરિવારની કાર અનિયંત્રિત થઈ ગરનાળામાં ખાબકી હતી. કારમાં કુલ 6 લોકો સવાર હતા, જેમાંથી 4 લોકોના કરૂણ મોત નિપજ્યા છે, જ્યારે 2 લોકોને જીવતા બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. વરસાદી પાણીના જોરદાર પ્રવાહમાં કાર તણાઈ ગઈ પ્રાથમિક માહિતી મુજબ કાર મોતીપુરા ગામ નજીકથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક અકસ્માત સર્જાયો હતો. ભારે વરસાદને કારણે ગરનાળામાં પાણીનો પ્રવાહ ખૂબ જ તેજ હતો. કાર ગરનાળામાં ખાબક્યા બાદ પલટી મારી પાણીના જોરદાર વહેણમાં તણાઈ ગઈ હતી, જેના કારણે અંદર બેઠેલા લોકો કારમાં જ ફસાઈ ગયા હતા. સ્થાનિકો અને તંત્રે હાથ ધરી તાત્કાલિક બચાવ કામગીરી ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો દોડી આવ્યા અને પોલીસ તેમજ વહીવટી તંત્રને જાણ કરવામાં આવી હતી. ખેડા નાયબ કલેક્ટર સુરજ બારોટ, માતર મામલતદાર અને ખેડા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડે કારમાંથી બે લોકોને જીવતા બહાર કાઢ્યા હતા. ગંભીર રીતે ઈજાગ્રસ્ત બંનેને 108 એમ્બ્યુલન્સ મારફતે ખેડા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. 4 લોકોના મોત, રેસ્ક્યૂ અભિયાન ચલાવવામાં આવ્યું દુર્ઘટના બાદ પાણીના પ્રવાહમાં ફસાયેલા અન્ય લોકોની શોધખોળ માટે યુદ્ધના ધોરણે રેસ્ક્યૂ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. રેસ્ક્યૂ ટીમે એક પછી એક મૃતદેહ બહાર કાઢ્યા હતા અને આખરે કુલ 4 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. અકસ્માતના કારણોની તપાસ શરૂ પ્રાથમિક તપાસમાં ભારે વરસાદ, રસ્તા પર ભરાયેલા પાણી અને ઓછી દૃશ્યતા અકસ્માત માટે જવાબદાર હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે, જ્યારે વહીવટી તંત્ર દ્વારા મૃતકોના પરિવારજનોને જાણ કરવાની તેમજ અકસ્માતના ચોક્કસ કારણોની તપાસ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    WTC Final 2027 Moved To The Oval After Lord's Pitch Comes Under ICC Scrutiny
    Next Article
    ખેડા RTOની ઈ-હરાજીમાં ફેન્સી નંબરનો નવો રેકોર્ડ:GJ-07 DK-7 માટે રૂ. 15.12 લાખની સર્વોચ્ચ બોલી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment