Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગરમાં આજે યલો એલર્ટ:વલ્લભીપુરમાં પોણો ઈંચ, ભાવનગર, સિહોર તથા મહુવામાં અડધો ઈંચ વરસાદ વરસ્યો

    एक दिन पहले

    સવારથી ધીમીધારે વરસાદનું આગમન થતા ગરમીમાં મહદઅંશે રાહત હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેના ભાગરૂપે આજે ભાવનગરને યેલો એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં જિલ્લામાં અમુક સ્થળોએ છુટા છવાયો સ્થળોએ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, આજ સાવરથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, વરસાદી માહોલ છવાયો હતો જેના ભાગરૂપે સવારથી ધીમીધારે વરસાદનું આગમન થયું હતું, આજે યેલો એલર્ટ અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરત, મહેસાણા તથા બનાસકાંઠામાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ વરસાદ થવાની સંભાવના છે, આમતો છેલ્લા ત્રણ-ચાર દિવસ કરતાં વધુ સમયથી માત્ર ઘનઘોર વાદળો છવાયેલા રહે છે પરંતુ મેઘો મનમૂકીને વરસતો નથી ત્યારે આખો દિવસ આકાશ ઘટાટોપ વાદળોથી છવાયેલું રહ્યું અને ત્યારે આજ સવારથી વરસાદી માહોલ સર્જાયો હતો, ત્યારે સવારથી ઝરમર વરસાદ વરસી રહ્યો છે, શહેરના અનેક વિસ્તારોમાં સુભાષનગર, મહિલા કોલેજ, ઘોઘા સર્કલ, ઘોઘા જકાતનાકા, કાળાનાળા, રૂપાણી સર્કલ, વાઘાવાડી રોડ, કળિયાબીડ સહિતના અનેક વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસ્યો હતો, જયારે ગઈકાલે જિલ્લાના ઘોઘા, મહુવા, ભાવનગર, તળાજા, પાલીતાણા, સિહોર સહિતના જિલ્લાઓમાં સામાન્ય વરસાદ વરસ્યો હતો, જ્યારે ઉમરાળા અને વલ્લભીપુર વરસાદથી વંચિત રહ્યા હતા, જિલ્લામાં સવારના 4 કલાકના વરસાદી આંકડા ભાવનગર જિલ્લામાં સવારનાના 6 થી સવારના 10 કલાક સુધીના વરસાદના આંકડા જોઈએ તો, વલ્લભીપુર - 20 મિમી, ઉમરાળા -0 મિમી, ભાવનગર - 14 મિમી, ઘોઘા -7 મિમી, સિહોર -15 મિમી, ગારીયાધાર -1 મિમી, પાલીતાણા -1 મિમી, તળાજા -2 મિમી, મહુવા - 13 મિમી તથા જેસર - 1 મિમી વરસાદ વરસી ગયો હતો. ભાવનગર જિલ્લાના 10 તાલુકા માંથી 9 તાલુકા સામાન્ય વરસાદ પડ્યો હતો જ્યારે ઉમરાળા એક તાલુકાઓ કોરા ઘાક રહ્યો હતા.
    Click here to Read More
    Previous Article
    ખેડા RTOની ઈ-હરાજીમાં ફેન્સી નંબરનો નવો રેકોર્ડ:GJ-07 DK-7 માટે રૂ. 15.12 લાખની સર્વોચ્ચ બોલી
    Next Article
    માંજલપુર પેટાચૂંટણી પૂર્વે વડોદરા શહેર પોલીસ એલર્ટ:હોટલ અને ગેસ્ટહાઉસમાં સઘન ચેકિંગ હાથ ધરાયું, શંકાસ્પદ વ્યક્તિ અંગે તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરવા સૂચના

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment