Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દમણ RTOમાં CBIનો દરોડો:લાંચ કેસમાં RTO અધિકારી બિપિન પવાર અને એજન્ટની ધરપકડ, રિમાન્ડ મંજૂર

    1 week ago

    દમણ RTO કચેરીમાં સીબીઆઈએ લાંચ કેસમાં કાર્યવાહી કરી છે. મુંબઈ સીબીઆઈની ટીમે બુધવારે સાંજે દમણની નવી RTO કચેરીમાં છટકું ગોઠવીને ઓચિંતો દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહીમાં RTO ઇન્સ્પેક્ટર બિપિન પવાર અને સેલવાસના એજન્ટ મુકુંદ કોંકણીની ધરપકડ કરવામાં આવી છે. મુંબઈના એક અરજદાર દ્વારા નવા વાહનના પાસિંગ અને રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે લાંચ માંગવામાં આવી હોવાની લેખિત ફરિયાદના આધારે આ દરોડો પાડવામાં આવ્યો હતો. સીબીઆઈએ કચેરીમાંથી અનેક મહત્વપૂર્ણ દસ્તાવેજો અને શંકાસ્પદ ફાઇલો જપ્ત કરી હતી. સઘન પૂછપરછ બાદ ધરપકડ કરાયેલા બંને આરોપીઓને સેલવાસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે RTO અધિકારી બિપિન પવારના પાંચ દિવસના અને એજન્ટ મુકુંદ કોંકણીના ત્રણ દિવસના સીબીઆઈ કસ્ટડી રિમાન્ડ મંજૂર કર્યા છે. વધુ તપાસ માટે મુંબઈ સીબીઆઈ બંનેને મુંબઈ લઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, 2009-10માં આ કચેરી સી-ફેસ રોડ પરથી અહીં શિફ્ટ થઈ ત્યારથી અત્યાર સુધીમાં સીબીઆઈએ 3 થી 4 વખત દરોડા પાડ્યા છે. અગાઉ પણ બે RTO ઇન્સ્પેક્ટરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવા છતાં, ભ્રષ્ટાચારનું આ નેટવર્ક સક્રિય રહ્યું છે. હાલમાં સીબીઆઈ દ્વારા તપાસનો વ્યાપ વધારવામાં આવ્યો છે. આ કેસનો રેલો પડોશી સંઘપ્રદેશ સેલવાસ સુધી પહોંચવાની અને આ સાંઠગાંઠમાં અન્ય વહીવટી અધિકારીઓ તેમજ મોટા માથાઓના નામ ખુલવાની પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    લાઈફ લાઈન મળ્યા બાદ પ્રભસિમરન મુંબઈ પર હાવી:પંજાબ કિંગ્સનું કમબેક, બીજી તરફ અય્યરની પણ કેપ્ટનશીપ ઈનિંગ; MI ફેન્ચના જીવ અધ્ધર
    Next Article
    પાલિકાના ઇજારદાર હવે ભાજપ વોર્ડ નં-24ના ઉમેદવાર:કરોડોના કામો અધવચ્ચે અટક્યા, લાયસન્સ રદ કરવાની તૈયારી; સિક્યોરિટી ડિપોઝિટ જપ્ત કરવા કમિશનરને દરખાસ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment