Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    RTO ઇ-ચલણની APK ફાઈલ મોકલી ₹9.60 લાખની છેતરપિંડી:સુરત સાયબર ક્રાઈમના મુંબઇમાં દરોડા, BSC વિદ્યાર્થી અને રિક્ષાચાલકની ધરપકડ

    15 hours ago

    સુરત સાયબર ક્રાઈમ પોલીસે મુંબઈના ઘાટકોપર ખાતે દરોડા પાડીને ડિજિટલ ઈ-ચલણના નામે છેતરપિંડી આચરતા બે શખ્સોની ધરપકડ કરી છે. આરોપીઓએ સુરતના એક નાગરિકને વોટ્સએપ પર ફ્રોડ APK ફાઈલ મોકલી તેના બેંક ખાતામાંથી ₹9.60 લાખ ટ્રાન્સફર કરી લીધા હતા. ઝડપાયેલા આરોપીઓમાં બીએસસીનો વિદ્યાર્થી વૈષ્ણવ સંજય દાંગડ અને રિક્ષાચાલક નિલેશ રત્નાકર કલમ્બેનો સમાવેશ થાય છે. APK ફાઈલ મોકલી 9.60 લાખ પડાવ્યા આ ગુનાની પદ્ધતિ મુજબ, ગત 16થી 30 ડિસેમ્બર 2025 દરમિયાન ફરિયાદીના મોબાઈલ પર 'RTO CHALLAN-1.apk' નામની એક શંકાસ્પદ ફાઈલ મોકલવામાં આવી હતી. ફરિયાદીએ આ ફાઈલ ઓપન કરતા જ આરોપીઓએ તેમના ફોનનો રિમોટ એક્સેસ મેળવી લીધો હતો. ત્યારબાદ ફરિયાદીની જાણ બહાર તેમના HDFC બેંક ખાતામાંથી ટુકડે-ટુકડે કુલ ₹9,60,000 આરોપીઓના યસ બેંકના ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા હતા. મુંબઈમાં ઓપરેશન પાર પાડી બંનેની ધરપકડ સુરત સાયબર ક્રાઈમ સેલે ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ કરતા આ કૌભાંડના છેડા મુંબઈના ઘાટકોપર સુધી લંબાયા હતા. તપાસમાં ખૂલ્યું હતું કે મુખ્ય સૂત્રધારના કહેવા પર 18 વર્ષીય વિદ્યાર્થી વૈષ્ણવે રિક્ષાચાલક નિલેશના નામે યસ બેંકમાં 'મ્યુલ એકાઉન્ટ' ખોલાવ્યું હતું. આ ખાતાનો ઉપયોગ માત્ર છેતરપિંડીના નાણાં મેળવવા માટે જ થતો હતો. પોલીસે મુંબઈમાં ઓપરેશન પાર પાડી બંનેની ધરપકડ કરી સુરત લાવ્યા છે. કમિશનની લાલચમાં બેંક એકાઉન્ટ ભાડે આપ્યા પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ બંને આરોપીઓ કમિશનની લાલચમાં પોતાના ખાતા ભાડે આપતા હતા. ફરિયાદીના નાણાં ખાતામાં જમા થતા જ તેઓએ બેંકમાં રૂબરૂ જઈ ચેક અને એટીએમ મારફતે રકમ ઉપાડી લીધી હતી. પોતાનું કમિશન કાપીને બાકીની રોકડ રકમ તેઓ મુખ્ય સૂત્રધારને પહોંચાડતા હતા. હાલ પોલીસ આ ટોળકી દ્વારા અન્ય કેટલા લોકો શિકાર બન્યા છે તેની તપાસ કરી રહી છે. બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર સુરત પોલીસે આરોપીઓના બે દિવસના રિમાન્ડ મેળવી મુખ્ય સૂત્રધારને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે નાગરિકોને ચેતવણી આપી છે કે કોઈપણ સરકારી વિભાગ ક્યારેય એપીકે ફાઈલ મોકલતું નથી, તેથી અજાણી લિંક પર ક્લિક ન કરવું અને છેતરપિંડીના કિસ્સામાં તુરંત 1930 નંબર પર સંપર્ક કરવો.
    Click here to Read More
    Previous Article
    ચૂંટણી ટાણે જ નેતાઓને વાયદા યાદ આવે છે, પછી ગાયબ:ભાવનગરના મોતીતળાવ અને કુંભારવાડામાં ગટર-રસ્તાની સમસ્યાથી રહીશોમાં ભારે રોષ, લોકોમાં હવે 'નો વોટ'નો મિજાજ
    Next Article
    ચોમાસા પૂર્વે ભાવનગર મનપા એક્શન મોડમાં:જર્જરિત મિલકતો અંગે કડક જાહેર નોટિસ, સૂચનાનું ઉલ્લંઘન કરનારના વીજ-પાણી કનેક્શન કપાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment