Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચોમાસા પૂર્વે ભાવનગર મનપા એક્શન મોડમાં:જર્જરિત મિલકતો અંગે કડક જાહેર નોટિસ, સૂચનાનું ઉલ્લંઘન કરનારના વીજ-પાણી કનેક્શન કપાશે

    16 hours ago

    આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને ભાવનગર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા જાનહાનિ રોકવા માટે મહત્વપૂર્ણ આદેશ જારી કરવામાં આવ્યા છે. શહેરના તમામ જર્જરિત મકાનો અને મિલકતોના માલિકો માટે તંત્રએ જાહેર નોટિસ પાઠવીને તાત્કાલિક સુરક્ષાત્મક પગલાં લેવા તાકીદ કરી છે. જર્જરિત મિલકતો માટે કડક આદેશ મનપાના એસ્ટેટ વિભાગના જણાવ્યા અનુસાર, જે મિલકતો અત્યંત જર્જરિત હાલતમાં છે, તેના માલિકો કે ભોગવટો કરનારાઓએ તુરંત જ આવી મિલકતો ઉતારી લેવી અથવા જરૂરી મરામત કરાવી તેને ભયમુક્ત કરવી પડશે. ભારે વરસાદ દરમિયાન આવી મિલકતો ધરાશાયી થવાના ભયને જોતા તંત્રએ આ આદેશ આપ્યા છે. 15 વર્ષ જૂના કોમ્પ્લેક્સ માટે 'સ્ટેબિલિટી રિપોર્ટ' ફરજિયાત વધુમાં, 15 વર્ષ કે તેથી વધુ જૂના ફ્લેટ અને કોમર્શિયલ કોમ્પ્લેક્સના માલિકોએ પણ કડક સૂચના આપવામાં આવી છે: બેદરકારી બદલ કડક કાર્યવાહીની ચેતવણી જો નિર્ધારિત સમયમાં કાર્યવાહી કરવામાં નહીં આવે અને કોઈ દુર્ઘટના સર્જાશે, તો તેની સંપૂર્ણ જવાબદારી મિલકત માલિકની રહેશે. આ ઉપરાંત, મનપાએ સ્પષ્ટ ચીમકી આપી છે કે સૂચનાનું પાલન ન કરનાર બિલ્ડિંગોના નળ, ગટર અને વીજ કનેક્શન તાત્કાલિક અસરથી કાપી નાખવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    RTO ઇ-ચલણની APK ફાઈલ મોકલી ₹9.60 લાખની છેતરપિંડી:સુરત સાયબર ક્રાઈમના મુંબઇમાં દરોડા, BSC વિદ્યાર્થી અને રિક્ષાચાલકની ધરપકડ
    Next Article
    જનતાનો આક્રોશ- કામ નહીં તો વોટ નહીં:ગટરના ગંદા પાણી, દૂષિત જળ અને બિસ્માર રસ્તાઓથી ત્રસ્ત રહીશોએ શાસકો સામે મોરચો માંડ્યો, ચૂંટણી બહિષ્કારનો સુર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment