Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જનતાનો આક્રોશ- કામ નહીં તો વોટ નહીં:ગટરના ગંદા પાણી, દૂષિત જળ અને બિસ્માર રસ્તાઓથી ત્રસ્ત રહીશોએ શાસકો સામે મોરચો માંડ્યો, ચૂંટણી બહિષ્કારનો સુર

    13 hours ago

    26 એપ્રિલે યોજાનારી પાટણ નગરપાલિકાની ચૂંટણી પૂર્વે વોર્ડ નંબર 4માં રાજકીય ગરમાવો તેજ બન્યો છે. જોકે, આ ગરમાવો વિકાસના કામોને લઈને નહીં, પરંતુ વર્ષોથી વણઉકેલાયેલી સમસ્યાઓને લઈને છે. સિદ્ધેશ્વરી પાર્કથી લઈને ઓવરબ્રિજ નીચેની સોસાયટીઓ સુધી જનતામાં શાસક પક્ષ પ્રત્યે ભારે નારાજગી જોવા મળી રહી છે. મુખ્ય સમસ્યાઓ: નરકાગાર જેવી સ્થિતિમાં જીવવા મજબૂર રહીશો દિવ્ય ભાસ્કર દ્વારા કરવામાં આવેલા વોર્ડ નંબર 4ના ગ્રાઉન્ડ રિપોર્ટમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે, જ્યાં પાયાની સુવિધાઓના નામે શૂન્યતા જોવા મળી રહી છે: મહિલાઓનો રૌદ્ર અવતાર: "વોટ લેવા આવશો નહીં" વોર્ડ નંબર 4 માં ખાસ કરીને મહિલાઓમાં ઉગ્ર રોષ છે. સ્થાનિક રહીશ પાર્વતીબેને આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે, છેલ્લા 8 મહિનાથી રજૂઆત કરીએ છીએ પણ કોઈ ડોકાતું નથી. જ્યારે વોટ લેવા હોય ત્યારે નેતાઓ ઘરે આવે છે, પણ અત્યારે કોઈ ફોન પણ ઉપાડતું નથી. ગટરની ગંદકીથી કંટાળીને કેટલીક સોસાયટીના રહીશોએ તો પાલિકા પર ભરોસો મૂકવાને બદલે પોતે ફાળો ઉઘરાવીને ગટર લાઈન નાખવાની ફરજ પડી છે, જે પાલિકાની નિષ્ફળતા છતી કરે છે. વોર્ડ નંબર 4: આંકડાકીય વિગત અને જ્ઞાતિ સમીકરણ જનતાનો સવાલ: ટેક્સ ભરીએ છીએ તો સુવિધા કેમ નહીં? રહીશોનું કહેવું છે કે, તેઓ નિયમિત ઘરવેરો અને નળવેરો ભરે છે, છતાં સ્ટ્રીટ લાઈટો બંધ રહે છે અને અંધારામાં ઝેરી જંતુઓનો ડર લાગે છે. વાળીનાથ ચોકના રહીશોએ સ્વખર્ચે બગીચો બનાવ્યો પણ ત્યાં લાઈટની સુવિધા આપવામાં પાલિકા નિષ્ફળ રહી છે. આગામી 26 એપ્રિલે વોર્ડ નંબર 4ની જનતા પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને શાસકોને પાઠ ભણાવશે કે કેમ, તે જોવું રહ્યું. પરંતુ હાલ તો 'ચૂંટણી બહિષ્કાર'નો ગુંજતો સૂર નેતાઓની ઉંઘ ઉડાડી રહ્યો છે. --------- આ પણ વાંચો ‘નેતાઓની તિજોરી ભરાઈ ને પ્રજા માટે ગટરો ઉભરાઈ’ દિવ્ય ભાસ્કરની ટીમે પાટણના વોર્ડ નંબર 1ના મતદારોનો મિજાજ જાણ્યો હતો. આ વોર્ડમાં જ્ઞાતિના જટિલ સમીકરણો અને પાયાની સુવિધાઓનો અભાવ આ વખતે મુખ્ય મુદ્દો બનીને ઉભર્યો છે. આ એવો વોર્ડ છે જ્યાં, સત્તાધારી પક્ષ ભાજપના પૂર્વ પ્રમુખો અને દિગ્ગજ નેતાઓ વસે છે છતાં અહીંની જનતા ગટર, પાણી અને ગંદકીના પ્રશ્ને ત્રસ્ત છે. વોર્ડ નંબર 1નો ગ્રાઉન્ડ રિપોર્ટ વાંચવા અહીં ક્લિક કરો… 3-3 પૂર્વ પ્રમુખના ગઢમાં જનતા ગંદકી-ખાડાઓથી ત્રાહિમામ્ પાટણ નગરપાલિકાની આગામી 26 એપ્રિલની ચૂંટણીને પગલે રાજકીય પારો ગરમાયો છે, પરંતુ વોર્ડ નંબર 2ની વાસ્તવિકતા કંઈક અલગ જ વાર્તા કહે છે. આ એવો હાઈપ્રોફાઈલ વોર્ડ છે, જ્યાં ભાજપના બે પૂર્વ પ્રમુખ (મનસુખ પટેલ, દેવજી પરમાર) અને અન્ય એક પૂર્વ પ્રમુખ મહેન્દ્ર પટેલનું વર્ચસ્વ છે. આમ છતાં, ગ્રાઉન્ડ લેવલ પર સ્થિતિ અત્યંત દયનીય છે. દિવ્ય ભાસ્કરની ટીમની મુલાકાત દરમિયાન જાણવા મળ્યું કે, અહી વિકાસ માત્ર કાગળ પર છે અને જનતા પાયાની જરૂરિયાતો માટે પણ તંત્ર સામે ઝઝૂમી રહી છે. વોર્ડ નંબર 2નો ગ્રાઉન્ડ રિપોર્ટ વાંચવા અહીં ક્લિક કરો… ભાજપનો ગઢ ગણાતો વોર્ડ નં.3 નશાખોરોનો અડ્ડો પાટણ શહેરના વોર્ડ નંબર 3ની સ્થિતિ 'દીવા તળે અંધારું' જેવી જોવા મળી રહી છે. ભાજપના ગઢ ગણાતા આ વિસ્તારમાં વિકાસના દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે. છીંડીયા દરવાજાથી લઈને પારેવા સર્કલ સુધીની ગંદકી અને સુરક્ષાના અભાવે સ્થાનિકોમાં ભારે રોષ જન્માવ્યો છે. તો બીજી તરફ ભાજપનો ગઢ ગણાતો આ વોર્ડ નંબર 3 જાણે નશાખોરોનો અડ્ડો બની ગયો છે, જ્યાં જુઓ ત્યાં દારૂની બોટલો જોવા મળી રહી છે. વાંચો સંપૂર્ણ અહેવાલ…
    Click here to Read More
    Previous Article
    ચોમાસા પૂર્વે ભાવનગર મનપા એક્શન મોડમાં:જર્જરિત મિલકતો અંગે કડક જાહેર નોટિસ, સૂચનાનું ઉલ્લંઘન કરનારના વીજ-પાણી કનેક્શન કપાશે
    Next Article
    પંચમહાલ સ્થાનિક ચૂંટણી: EVM મશીનોનું ડિસ્પેચિંગ શરૂ:ગોધરાથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સ્ટ્રોંગરૂમમાં મોકલાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment