Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચૂંટણી ટાણે જ નેતાઓને વાયદા યાદ આવે છે, પછી ગાયબ:ભાવનગરના મોતીતળાવ અને કુંભારવાડામાં ગટર-રસ્તાની સમસ્યાથી રહીશોમાં ભારે રોષ, લોકોમાં હવે 'નો વોટ'નો મિજાજ

    19 hours ago

    જેમ-જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ-તેમ રાજકીય પારો ગરમાઈ રહ્યો છે પરંતુ, ભાવનગરના વડવા-બ (વોર્ડ નં.3)માં આવતા મોતીતળાવ અને કુંભારવાડા વિસ્તારના દ્રશ્યો કંઈક અલગ જ છે. વર્ષોથી પ્રાથમિક સુવિધાઓ માટે વલખા મારતા રહીશોએ આ વખતે નેતાઓ અને તંત્ર સામે મોરચો માંડ્યો છે. ગંદકી અને સુવિધાઓના અભાવે કંટાળેલા લોકોમાં હવે 'નો વોટ'નો મિજાજ જોવા મળી રહ્યો છે. ગટરના ગંદા પાણી વચ્ચે જીવવા મજબૂર રહીશો મોતીતળાવ શેરી નંબર 1 અને આસપાસના વિસ્તારોમાં ગટરની સમસ્યા અત્યંત ગંભીર બની છે. સ્થાનિક રહીશ રજ્જાકભાઈ પઠાણ અને યુસુફભાઈ ચૌહાણની વ્યથા છે કે સવારના સમયે રસ્તાઓ પર અડધો થી પોણો ફૂટ ગંદા પાણી ભરાઈ જાય છે. આ ગંદકીના કારણે બાળકોને શાળાએ મોકલવા મુશ્કેલ બન્યા છે. કોર્પોરેશનમાં ફરિયાદ કરવા છતાં 8-8 દિવસ સુધી કોઈ ઉકેલ આવતો નથી, માત્ર 'વારા' મુજબ આવવાના બહાના આપવામાં આવે છે. નેતાઓના વાયદા માત્ર ચૂંટણી પૂરતા? સ્થાનિક યુવાન જાદવ ઈમ્તિયાઝે આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, "ચૂંટણી વખતે નેતાઓ પગે લાગવા આવે છે અને બ્લોક નાખવાના મોટા વાયદા કરે છે, પરંતુ જીત્યા પછી કોઈ ડોકાતું પણ નથી." વિસ્તારની મહિલાઓમાં પણ તંત્ર પ્રત્યે ભારે રોષ છે એક મહિલાએ જણાવ્યું કે, ઘરે પ્રસંગ હોવા છતાં અને પતિ પેરાલિસિસથી પીડાતા હોવા છતાં ગટર સાફ કરવા કોઈ આવ્યું નથી. જાયદાબેન સૈયદના જણાવ્યા મુજબ તેમના ઘર તોડી પાડવામાં આવ્યા છે અને હાલ તેઓ વીજળી કે મીટર વગરના મકાનમાં ભારે ભાડું ભરીને રહે છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, આવી સ્થિતિમાં તેઓ કોઈને મત આપવાના નથી. મુખ્ય પડતર પ્રશ્નો: ભાવનગરના આ પછાત ગણાતા વિસ્તારોના રહીશો હવે આરપારના મૂડમાં છે. જો ચૂંટણી પહેલા આ પ્રાથમિક સમસ્યાઓનો નક્કર ઉકેલ નહીં આવે, તો આગામી દિવસોમાં રાજકીય પક્ષો માટે અહીં પ્રચાર કરવો પણ મુશ્કેલ બની શકે છે.
    Click here to Read More
    Previous Article
    રાજીનામું મંજૂર થયાના 2 દિવસમાં જ મનોજ નિનામા ભાજપમાં જોડાયા:આસારામને જોધપુરથી પકડી અમદાવાદ લાવ્યા હતા, ભણવા માટે 8 કિલોમીટર ચાલીને જતા
    Next Article
    RTO ઇ-ચલણની APK ફાઈલ મોકલી ₹9.60 લાખની છેતરપિંડી:સુરત સાયબર ક્રાઈમના મુંબઇમાં દરોડા, BSC વિદ્યાર્થી અને રિક્ષાચાલકની ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment