Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વન્ય પ્રાણી સપ્તાહ નિમિત્તે પ્રવાસીઓ માટે સકરબાગ ઝૂ માં વિનામૂલ્ય:જૂનાગઢના સક્કરબાગ ઝૂ ખાતે 2 થી 8 ઓક્ટોબર દરમિયાન વન્ય પ્રાણી સપ્તાહ નિમિત્તે ફ્રી એન્ટ્રી અપાઈ , અને વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરાયું

    16 hours ago

    ​જૂનાગઢના નવાબી કાળના સક્કરબાગ ઝૂ ખાતે વન્ય પ્રાણી સપ્તાહ નિમિત્તે તારીખ 2 થી 8 ઓક્ટોબર સુધી પ્રવાસીઓ માટે વિનામૂલ્ય પ્રવેશ રાખવામાં આવ્યો છે. આ સપ્તાહ દરમિયાન વન વિભાગ દ્વારા વિદ્યાર્થીઓ અને લોકો માટે અનેકવિધ સ્પર્ધાઓ અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 3 ઓક્ટોબરના રોજ ચિત્ર સ્પર્ધાનું આયોજન કરાયું હતું, જેમાં જૂનાગઢ તથા અન્ય અલગ-અલગ સ્કૂલોના 120 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓ દ્વારા વન્યપ્રાણીઓ, સરિસૃપ, દરિયાઈ જીવસૃષ્ટિ, મરીન લાઈફ અને બાયોડાઈવર્સિટીને લગતા રંગેબેરંગી અને સુંદર ચિત્રો બનાવવામાં આવ્યા હતા. ​આગામી તારીખ 8 ઓક્ટોબર સુધી ઝૂ ખાતે વિડીયો ડોક્યુમેન્ટરી, રીલ્સ અને વાઇલ્ડલાઈફ ફોટોગ્રાફી, વેસ્ટમાંથી બેસ્ટ, માટીમાંથી વન્યજીવ ચિન્હો તથા રમકડાં બનાવવાની સ્પર્ધા, ક્વિઝ, નિબંધ સ્પર્ધા તેમજ ટ્રેઝર હન્ટ અને ઝૂ ક્વિઝ જેવી વિવિધ પ્રવૃત્તિઓ યોજાનાર છે. તારીખ 8 ઓક્ટોબરના રોજ ઇનામ વિતરણ કાર્યક્રમ સાથે વન્ય પ્રાણી સપ્તાહનો સમાપન કાર્યક્રમ યોજાશે. બાળકો અને યુવાનોમાં વન્યજીવો અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ વધે તે આ આયોજનનો મુખ્ય હેતુ છે. ​સક્કરબાગ ઝૂ પ્રાણીસંગ્રહાલયના રેન્જ ફોરેસ્ટ ઓફિસર એલ. એસ. સુત્રેજાએ જણાવ્યું હતું કે 2 થી 8 ઓક્ટોબર દરમિયાન સક્કરબાગ ઝૂમાં તમામ પબ્લિક અને લોકલ વિઝિટર્સ માટે ફ્રી એન્ટ્રી રાખવામાં આવી છે. એમ.એસ.સી. માઇક્રોબાયોલોજીમાં અભ્યાસ કરતી અને ઓમ કોલેજ સાયન્સની કુમકુમ આંબલીયે જણાવ્યું કે તેમની સાથે બહાઉદ્દીન સાયન્સ કોલેજ અને સુભાષ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સ્વયંસેવક તરીકે જોડાયા છે, જેનાથી તેમને વાઇલ્ડલાઈફ, કન્ઝર્વેશન અને બાયોડાઈવર્સિટી વિશે સારી માહિતી અને અનુભવ મળ્યો છે. ​આ સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થી સિદ્ધાર્થ આનંદે વાઘનું ચિત્ર બનાવી પર્યાવરણને બચાવવાની પ્રેરણા મળી હોવાનું જણાવ્યું હતું, જ્યારે ઓમ ધોરાજીયાએ કાચબાનું ચિત્ર બનાવી નવા મિત્રો બનાવવાની તક મળવા સાથે વન્યપ્રાણીઓ વિશે ઘણું બધું શીખવા મળ્યાનો આનંદ વ્યક્ત કર્યો હતો. આ સમગ્ર આયોજનના માધ્યમથી વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓમાં પ્રકૃતિ અને વન્યજીવન પ્રત્યેનો પ્રેમ વધુ દ્રઢ બની રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    આંજણીમાં કપાસની આડમાં ગાંજાનું વાવેતર ઝડપાયું:2 કરોડથી વધુનો 401 કિલો ગાંજો જપ્ત, એક આરોપી પકડાયો, બે સામે ફરિયાદ
    Next Article
    સુરેન્દ્રનગરમાં પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્ર શરૂ:આંબેડકર ચોક સ્થિત મ્યુનિસિપલ શોપિંગ સેન્ટર ખાતે લોકાર્પણ; ખેડૂતોને સીધું બજાર મળશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment