Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વરાછાના રત્નકલાકારને સાયબર માફિયાનો ભેટો થયો:RTO ચલણની .apk ફાઇલથી 4.36 લાખ ટ્રાન્સફર કરી લેવાયા

    6 days ago

    વરાછાના રત્નકલાકારને સાયબર માફિયાએ આરટીઓ ચલણની એપીકે ફાઇલ મોકલીને ફોન હેક કરી ખાતામાંથી રૂ.4.36 લાખ ટ્રાન્સફર કરી લીધા હતા. લંબેહનુમાન રોડ પર વર્ષા સોસાયટી-2માં રહેતા મનોજ ડાહ્યાભાઈ હડિયા હીરાના કારખાનામાં રત્નકલાકાર તરીકે નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. 14 જુલાઇ, 2025ના રોજ તેમના વોટ્સએપ પર આરટીઓ ચલણની એપીકે ફાઇલ આવી હતી, જેથી આરટીઓમાંથી આ મેસેજ આવ્યો હોવાનું માનીને મનોજે ફાઇલ ઓપન કરતાં જ મોબાઇલ ફોન હેક થઇ બંધ થઇ ગયો હતો. દરમિયાનમાં ગઠિયાએ તેમના મોબાઇલ ફોનનું એક્સેસ મેળવી લઇને તેના આધારે તેમના બેંક એકાઉન્ટમાંથી રૂ.4,36,985 ટ્રાન્સફર કરી લીધા હતા. બાદમાં જ્યારે તેમનો મોબાઇલ ફોન ચાલુ થયો તો રૂપિયા ટ્રાન્સફર થયા હોવાના બેંકમાંથી મેસેજ આવ્યા હતા. આ અંગે તેમણે બેંકમાં જાણ કરી હતી. જો કે, નાણાં પરત નહીં મળતાં આખરે વરાછા પોલીસમાં ફરિયાદ નોંધાવતાં સાયબર ફ્રોડનો ગુનો નોંધી તપાસ આદરી છે.
    Click here to Read More
    Previous Article
    મીની વાવાઝોડાએ સર્જી તારાજી:વાવાઝોડામાં વેસુમાં ફનફેરનો ગેમઝોન વેરવિખેર, લગ્નના સેટ તૂટી પડ્યા, વાતાવરણ ખુલતાં 2 દિવસમાં ગરમી 37 ડિગ્રી થઈ શકે
    Next Article
    ભાસ્કર વિશેષ‎:બુહારીમાં 1.80 કરોડના ખર્ચે સ્માર્ટ ક્લાસ, વિજ્ઞાન લેબથી વિદ્યાર્થીઓને મળશે ગુણવત્તાસભર શિક્ષણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment