Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોકપિટમાં લોહીના ખાબોચિયા વચ્ચે ન ઝૂક્યો ગુજરાતી પાઇલટ:180 મુસાફરોને મોતના મુખમાંથી ખેંચી કાઢ્યા, કો-પાઇલટે છરી હુલાવી છતાં પ્લેન ક્રેશ ન થવા દીધું; જાણો કેપ્ટન સ્મિત વિશે

    21 hours ago

    ભારતીય પાઇલટ સ્મિતે દુબઈથી ઇઝરાયલ જઈ રહેલી ફ્લાઇટને ક્રેશ થવાથી બચાવી લીધી. સ્મિત મચ્છાર પર તેમના કો-પાઇલટે જ ચાકુથી હુમલો કર્યો હતો. ઘાયલ હોવા છતાં સ્મિત તેની સાથે લડતા રહ્યા અને અન્ય મુસાફરોની મદદથી તેને કાબૂમાં લીધો. ફ્લાયદુબઈની ફ્લાઇટમાં આ ઘટના બુધવારે સવારે લગભગ 9 વાગ્યે બની હતી. વિમાનમાં 180 લોકો સવાર હતા. ઇઝરાયલી અધિકારીઓએ જણાવ્યું કે સ્મિત પર હુમલો કરનાર સહ-પાઇલટ ઓમાનનો નાગરિક હતો. જ્યારે ઘણા મીડિયા રિપોર્ટ્સ અનુસાર કેપ્ટન સ્મિત ગુજરાતી મૂળના છે. ઇઝરાયલના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે પાઇલટની હિંમતને કારણે મોટી ઘટના ટળી ગઈ. નહિતર 2001માં બનેલી અમેરિકાની 9/11 જેવી ઘટના બની શકતી હતી. હુમલાખોરને કાબૂમાં લીધા બાદ વિમાનમાં બેઠેલા મુસાફરોએ તાળીઓ પાડીને ખુશી વ્યક્ત કરી. આ ફ્લાઇટમાં મોટાભાગના મુસાફરો ઇઝરાયલી હતા. કેપ્ટન સ્મિત સ્પાઇસજેટમાં 11 વર્ષ સુધી પાઇલટ રહી ચૂક્યા છે ફ્લાયદુબઈ પહેલાં સ્મિતે 11 વર્ષથી વધુ સમય સુધી સ્પાઇસજેટમાં કામ કર્યું હતું. અહીં તેમણે 9500 કલાકથી વધુ ઉડાન ભરી હતી. આમાંથી 6400 કલાકથી વધુ સમય તેમણે વિમાનના મુખ્ય પાઇલટ એટલે કે પાઇલટ-ઇન-કમાન્ડ તરીકે ફરજ બજાવી હતી. જૂન 2022માં તેમણે ફ્લાયદુબઈમાં જોડાયા હતા. તેમની લિંક્ડઇન પ્રોફાઇલ મુજબ, તેમને કમર્શિયલ વિમાન ઉડાવવાનો 13 વર્ષથી વધુનો અનુભવ છે. તેમણે બોઇંગ 737 વિમાનો પર આશરે 9750 કલાક ઉડાન ભરી છે. આ ઉપરાંત તેઓ પાઇલટ્સની તાલીમ, તેમની તપાસ અને કામ દરમિયાન તેમને માર્ગદર્શન આપવાનું કામ પણ કરતા હતા. પોડકાસ્ટમાં કેપ્ટને જણાવ્યું હતું- મેનેજમેન્ટનો અભ્યાસ કરતી વખતે પાઇલટ બનવાનો વિચાર આવ્યો ગત વર્ષે ઑક્ટોબરમાં કેપ્ટન સ્મિતે CS જલક મહેતા નામની યુટ્યુબ ચૅનલ સાથે પોડકાસ્ટ કર્યો હતો. આ દરમિયાન તેમણે કહ્યું, સ્કૂલિંગ પછી પરિવારનો વ્યવસાય સંભાળવા માટે મેં મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો. પરંતુ એ દરમિયાન હું એવિએશન સંબંધિત એક સેમિનારમાં ગયો, ત્યાં જ મેં પહેલી વાર પાઇલટ બનવાનો વિચાર કર્યો。 આગળ તેમણે જણાવ્યું, ‘મારી પ્રથમ કમર્શિયલ ફ્લાઇટ બેંગલુરુથી દિલ્હી માટેની હતી.’ 10 મુદ્દામાં જાણો વિમાનમાં શું-શું થયું નેતન્યાહૂએ કેપ્ટન, પાઇલટ અને ક્રૂ મેમ્બર્સની પ્રશંસા કરી ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ આ ઘટનાને અત્યંત ગંભીર સુરક્ષા ઘટના ગણાવી. તેમણે દાવો કર્યો કે કો-પાઇલટનો ઇરાદો વિમાનને નુકસાન પહોંચાડવાનો હતો. તેમણે જણાવ્યું કે સાઉદી અરેબિયાના અધિકારીઓ શંકાસ્પદ પાઇલટની પૂછપરછ કરી રહ્યા છે. નેતન્યાહૂએ વિમાનમાં સવાર લોકોના જીવ બચાવનાર કેપ્ટન, મુસાફરો અને ક્રૂ સભ્યોની પ્રશંસા કરતાં કહ્યું કે તેઓ આ હીરોને સલામ કરે છે. ઘટના બાદ નેતન્યાહૂએ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને મિલિટરી સેક્રેટરી સાથે ઇમરજન્સી બેઠક પણ યોજી.
    Click here to Read More
    Previous Article
    ભાભી ડાકણ છે!:ફેન્ટસી અને કોમેડીનો ધમાકો, આદર્શ વહુ કે રહસ્યમયી જાદુગરણી?; યામીનો અત્યાર સુધીનો સૌથી અનોખો અવતાર; ‘નઈ નવેલી’નું ટ્રેલર રિલીઝ
    Next Article
    અમેરિકામાં કીર્તિદાન ગઢવીએ ગુજરાતીઓને ડોલાવ્યા:ડેટ્રોઈટમાં એક લાલ દરવાજે તંબુ તાણીયા રે લોલ સોન્ગ પર ખેલૈયાઓ મન મૂકીને ઝૂમી ઉઠ્યા

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment