Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાભી ડાકણ છે!:ફેન્ટસી અને કોમેડીનો ધમાકો, આદર્શ વહુ કે રહસ્યમયી જાદુગરણી?; યામીનો અત્યાર સુધીનો સૌથી અનોખો અવતાર; ‘નઈ નવેલી’નું ટ્રેલર રિલીઝ

    22 hours ago

    બોલિવૂડ અભિનેત્રી યામી ગૌતમ ધર ફરી એકવાર મોટા પડદે દર્શકોને ચોંકાવવા તૈયાર છે. એમેઝોન એમજીએમ સ્ટુડિયોઝ અને કલર યલો પ્રોડક્શન્સે બુધવારે તેમની આગામી ફેન્ટસી-ફેમિલી એન્ટરટેઇનર ફિલ્મ 'નઈ નવેલી'નું સત્તાવાર ટ્રેલર રિલીઝ કરી દીધું છે. ટ્રેલરમાં યામીનો અત્યાર સુધીનો સૌથી અનોખો અને રહસ્યમયી અવતાર જોવા મળી રહ્યો છે. શું છે ફિલ્મની કહાની? મેરઠના બેકગ્રાઉન્ડ પર આધારિત આ ફિલ્મ અવસ્થી પરિવારની આસપાસ ફરે છે. ઘરમાં નવી વહુ મોહિની (યામી ગૌતમ)ના પ્રવેશ સાથે જ અણધાર્યા બનાવો શરૂ થાય છે. એક સામાન્ય સંયુક્ત પરિવારમાં જ્યારે એવી ચર્ચા ઊભી થાય છે કે "નવી ભાભી ડાકણ છે", ત્યારે આખી વાર્તા એક હાસ્યસ્પદ, રહસ્યમય અને રોમાંચક વળાંક લે છે. લગ્નની પરંપરાગત વિધિઓ અને પારિવારિક નોક-ઝોંક વચ્ચે શરૂ થયેલી આ વાર્તા ધીમે ધીમે એક ભવ્ય જાદુઈ-કાલ્પનિક દુનિયાના દરવાજા ખોલે છે, જેમાં જબરદસ્ત એક્શન અને કોમેડીનું મિશ્રણ જોવા મળે છે. જુઓ ટ્રેલર મોહિનીના પાત્ર વિશે યામી ગૌતમે શું કહ્યું? પોતાના પાત્ર અંગે વાત કરતાં યામી ગૌતમ ધરે જણાવ્યું: "મોહિની સામાન્ય વહુઓ જેવી નથી. તેનામાં એક તરફ પારિવારિક આત્મીયતા છે, તો બીજી તરફ એક મોટું રહસ્ય છુપાયેલું છે. આ પાત્ર ભાવનાઓ, જાદુઈ દુનિયા અને એક્શન વચ્ચે સંતુલન જાળવી રાખે છે. દર્શકોને આ અનોખી સફર પર લઈ જવા હું ખૂબ ઉત્સાહિત છું." દિગ્દર્શક બાલાજી મોહનનો દાવો: ‘હાસ્ય સાથે મોટો આંચકો મળશે’ ફિલ્મના ડિરેક્ટર બાલાજી મોહને જણાવ્યું કે, "આ ફિલ્મ એક એવા પરિવારથી શરૂ થાય છે જે દરેક સામાન્ય ભારતીય ઘર જેવો જ લાગે છે. પરંતુ આગળ જતાં વાર્તા એવો અણધાર્યો વળાંક લે છે જે દર્શકોને હસાવવાની સાથે સ્તબ્ધ કરી દેશે. સમગ્ર કાસ્ટે શાનદાર અભિનય કર્યો છે અને યામીનું રહસ્યમયી રૂપ સ્ક્રીન પર છવાઈ જશે." ક્યારે રિલીઝ થશે ફિલ્મ? હિમાંશુ શર્મા અને દિવ્ય નિધિ શર્મા દ્વારા લિખિત તથા જી.વી. પ્રકાશ કુમારના સંગીતથી સજ્જ આ ફિલ્મ તહેવારોની મોસમમાં સિનેમાઘરો ગજવવા આવી રહી છે. 'નઈ નવેલી' આગામી 16 ઓક્ટોબર, 2026ના રોજ દશેરાના પાવન પર્વે વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે.
    Click here to Read More
    Previous Article
    Mumbai-Based Employee Shares Birthday Layoff Story, Calls It "Really Surprising"
    Next Article
    કોકપિટમાં લોહીના ખાબોચિયા વચ્ચે ન ઝૂક્યો ગુજરાતી પાઇલટ:180 મુસાફરોને મોતના મુખમાંથી ખેંચી કાઢ્યા, કો-પાઇલટે છરી હુલાવી છતાં પ્લેન ક્રેશ ન થવા દીધું; જાણો કેપ્ટન સ્મિત વિશે

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment