Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અદાણી કંપનીના ડેપ્યુટી મેનેજર સાથે ઠગાઈ:RTOની ઈ-ચલણની APK ફાઈલ મોકલી ગઠિયાઓએ ખાતામાંથી 3.26 લાખ ટ્રાન્સફર કરી લીધા, સાયબર ક્રાઈમની તપાસનો ધમધમાટ

    14 hours ago

    શહેરના ચાંદખેડા વિસ્તારમાં રહેતા અને અદાણી કંપનીમાં ડેપ્યુટી મેનેજર તરીકે ફરજ બજાવતા વ્યક્તિ સાથે ઈચલણની APK ફાઇલના નામે ઠગાઈ છે.સાયબર ગઠિયાઓએ APK ફાઇલ મોકલીને મેનેજરના ફોનનું એક્સેસ મેળવી લીધું હતું. બાદમાં ખાતામાંથી અલગ અલગ ટ્રાન્જેક્શન દ્વારા 3.26 લાખ ઉપાડી દીધા હતા. જે મામલે જાણ થતા ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. RTO ચલણની APK ફાઈલ ડાઉનલોડ કરી તો 3.25 લાખ ઉપડી ગયા શહેરના ચાંદખેડા વિસ્તારમાં રહેતા 41 વર્ષીય વ્યક્તિ અદાણી કંપનીમાં ડેપ્યુટી જનરલ મેનેજર તરીકે ફરજ બજાવે છે. મેનેજરના ફોન પર અજાણ્યા શખસે થોડા દિવસ અગાઉ RTO ચલણની APK ફાઈલ મોકલી હતી.મેનેજરે ઓરિજનલ ફાઇલ સમજીને ડાઉનલોડ કરી હતી.ફાઇલ ડાઉનલોડ કરતા મોબાઇલમાં કેટલીક એપ્લિકેશન જાતે અપડેટ થવા લાગી હતી. જેથી મેનેજરે તાત્કાલિક ફોન સ્વીચ કરી દીધો હતો. થોડા સમય બાદ ફરી ફોન ચાલુ કરી દીધો હતો. મેનેજર સાંજે ખરીદી કેવા જતા બેન્કમાંથી 100 રૂપિયા કપાયાનો મેસેજ આવ્યો હતો. જેથી મેનેજરે તપાસ કરતા બેંકમાંથી અજાણ્યા શખસે 3.26 લાખ ઉપાડી લીધા હતા. આ અંગે મેનેજરે બેંકમાં જાણ કરી હતી. જે બાદ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    કાળી ચૌદસે વિસોન્દીયા હનુમાનજી મંદિરે હવન યોજાયો:રામપર-વાધા હડીયાણા સીમાડે ભક્તોએ આહુતિ આપી; મહંત પરમેશ્વરાનંદ બાપુના માર્ગદર્શનથી યુવાનોએ આયોજન કર્યું
    Next Article
    ગઢડા ગામે પશુપાલકના વાડામાં આગ લાગી:ઘાસચારો બળીને ખાખ; રૂ.3 લાખથી વધુનું નુકસાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment