Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તબીબી સારવાર સાથે માનવતાનો સ્પર્શ:સિવિલ હોસ્પિટલની ટીમે 3 વર્ષથી ગોઠણનાં દુઃખાવાથી પીડાતા દર્દીને ચાલતા કર્યા, અસહાય વિક્રમભાઈને મળ્યો આત્મીયતાનો સહારો

    9 hours ago

    રાજકોટ સિવિલ હોસ્પિટલે ફરી એકવાર ઉત્કૃષ્ટ તબીબી સારવાર અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. હોસ્પિટલના નિષ્ણાત તબીબો અને સ્ટાફની નિષ્ઠાના પરિણામે ત્રણ વર્ષથી અસહ્ય પીડા ભોગવતા 56 વર્ષીય મુકેશભાઈ પટેલને સફળ ઓપરેશન બાદ દુખાવા વગર ચાલવાની નવી શક્તિ મળી છે. બીજી તરફ પરિવાર હોવા છતાં એકલવાયું અને અસહાય જીવન જીવતા 50 વર્ષીય વિક્રમભાઈ સોલંકીને યોગ્ય તબીબી સારવારની સાથે હેલ્પ ડેસ્ક ટીમ દ્વારા માનસિક હૂંફ અને માર્ગદર્શન આપીને પુનઃ સ્વસ્થ જીવન તરફ વાપસી કરાવવામાં આવી હતી. આ બંને કિસ્સાઓએ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સારી રીતે કાળજી લેવામાં આવતી હોવાની વાતને સાબિત કરી છે. 3 વર્ષથી જમણા ગોઠણના અસહ્ય દુ:ખાવાથી પીડાતા પ્રથમ કિસ્સાની વિગતવાર વાત કરીએ તો, દેગામ (ખીરસરા) સ્થિત સત સેવા ગાંડાની મોજ આશ્રમ ખાતે રહેતા 56 વર્ષીય મુકેશભાઈ બાબુભાઈ પટેલ છેલ્લા 3 વર્ષથી જમણા ગોઠણના અસહ્ય દુખાવાથી પીડાતા હતા. પીડા એટલી તીવ્ર હતી કે તેમનું સામાન્ય ચાલવું અને બેસવું પણ અત્યંત મુશ્કેલ બની ગયું હતું. આ અસહ્ય યાતનામાંથી મુક્તિ મેળવવા માટે તેઓ 12 સપ્ટેમ્બર 2026ના રોજ પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ થયા હતા. હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગ દ્વારા તમામ જરૂરી તબીબી તપાસ હાથ ધરવામાં આવી હતી. દર્દીની સ્થિતિને ધ્યાનમાં રાખીને તેમના જમણા ગોઠણની ઢાંકણી બદલવાનું સર્જરી (Knee Replacement) કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. તબીબોની વિશેષ ટીમ દ્વારા 17 સપ્ટેમ્બરના રોજ આ જટિલ સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી. સફળ ઓપરેશન બાદ મુકેશભાઈ હવે કોઈપણ જાતના દુ:ખાવા વગર સહજતાથી બેસી અને ચાલી શકે છે. 3 વર્ષની લાંબી પીડામાંથી રાહત મળતાં તેમના ચહેરા પર ખુશી અને રાહતની લાગણી સ્પષ્ટપણે જોઈ શકાતી હતી. આ સફળ સારવારમાં ઓર્થોપેડિક વિભાગના HOD ડૉ. નિકુંજ મારુ, એસોસિએટ પ્રોફેસર ડૉ. દીક્ષિત સવજીયાની, આસિસ્ટન્ટ પ્રોફેસર્સ ડૉ. શ્રીપાલ દોશી અને ડૉ. કુલદીપ પરમાર, રેસિડેન્ટ ડૉક્ટર્સ ડૉ. ચિરાગ વાઘેલા, ડૉ. ગણેશ ટાંક, ડૉ. વિરાજ પટેલ, ડૉ. મુક્તેશ મેહતા, ડૉ. સુરજ મિશ્રા, ડૉ. ધવલ, ડૉ. મિત પટેલ અને ડૉ. દેવ જેઠવા તેમજ નર્સિંગ અને વર્ગ 4 ના સ્ટાફે પણ પ્રશંસનીય કામગીરી કરી હતી. અસહાય વિક્રમભાઈને મળ્યો આત્મીયતાનો સહારો બીજા કિસ્સામાં, રાજકોટના રામનાથ મહાદેવ મંદિર ખાતે એકલવાયું જીવન વિતાવતા 50 વર્ષીય વિક્રમભાઈ સોલંકી નબળાઈ અને માથાના અસહ્ય દુખાવાની તકલીફ કારણે 13 સપ્ટેમ્બરના રોજ 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલના મેડિસિન વોર્ડ નંબર 10માં ભરતી થયા હતા. પત્ની અને દીકરી હોવા છતાં મનમાં એકલાપણાનો અનુભવ કરતા વિક્રમભાઈને હોસ્પિટલની હેલ્પ ડેસ્ક ટીમે અત્યંત સંવેદનશીલતાથી સાંભળી તબીબી સારવારની સાથે માનસિક હૂંફ, સ્નેહ અને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સ્ટાફની આત્મીય સંભાળથી તબિયતમાં ઝડપી સુધારો આવતાં 19 સપ્ટેમ્બરનાં રોજ તેમને સન્માનપૂર્વક ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. આ સારવારમાં મેડિસિન વિભાગના HOD ડૉ. મનીષા પાંચાલ, રેસિડેન્ટ ડૉક્ટર્સ ડૉ. ક્રિષ્ના, ડૉ. પ્રિયંકા, ડૉ. સાહીલ તથા તબીબી અધિક્ષક ડૉ. કામલસિંહ ડોડીયા, RMO અને હેલ્પ ડેસ્કના આસિસ્ટન્ટ નોડલ ઓફિસર ડૉ. હર્ષદ દૂસરા, HR મેનેજર ભાવનાબેન સોની અને તેમની ટીમે મહત્વનું યોગદાન આપ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    આજીડેમ પોલીસ સ્ટેશનના ASI અને GRD ₹10,000ની લાંચ લેતા ઝડપાયો:મારામારી કેસમાં આરોપીને જેલમાં ન રાખી અને જામીન અપાવવા રૂપિયાની માંગ કરી હતી
    Next Article
    ભાવનગર જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘ દ્વારા અક્ષરવાડીમા શિક્ષક અધિવેશન:સામાન્ય સભા અને સન્માન સમારોહ યોજાયો, 500 શિક્ષકો ઉપસ્થિત રહ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment