Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજીડેમ પોલીસ સ્ટેશનના ASI અને GRD ₹10,000ની લાંચ લેતા ઝડપાયો:મારામારી કેસમાં આરોપીને જેલમાં ન રાખી અને જામીન અપાવવા રૂપિયાની માંગ કરી હતી

    9 hours ago

    રાજકોટ શહેરના આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ASI અને GRD રૂપિયા 10,000ની લાંચ લેતા ACBના હાથે ઝડપાઇ ચુક્યા છે. મારામારીના કેસમાં આરોપીને લોકઅપમાં ન રાખવા અને વહેલા જામીન અપાવવા માટે આરોપી દ્વારા રૂપિયા 10,000ની લાંચ માંગવામાં આવી હતી જેને આજરોજ સ્વીકારતા ACBએ રંગે હાથ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેલમાં ન રાખી અને જામીન અપાવવા રૂપિયાની માંગ રાજકોટ શહેર ACBને એક ફરિયાદ મળી હતી કે, આજીડેમ પોલીસ સ્ટેશનમાં મારામારીના કેસમાં સંડોવાયેલ આરોપી પાસે ગુનાની તપાસ કરતા ASI રાજેશભાઇ ઉર્ફે રાજૂભાઇ સામતભાઇ મેર દ્વારા તપાસના કામે આરોપીઓને લોકઅપમાં નહીં રાખવા અને જલ્દી જામીનની કાર્યવાહી કરવાના અવેજ પેટે ₹10,000ની લાંચની માંગણી કરવામાં આવી હતી અને આ લાંચની રકમ આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા GRD મનોજભાઇ બાબુભાઇ ચૌહાણને આપવા જણાવ્યું હતું, પરંતુ આ લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોવાથી તેમણે એ.સી.બી.ના ટોલ ફ્રી નંબર ઉપર સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી પાસેથી લાંચની રકમ ₹10,000 સ્વીકારતા ઝડપાયા ફરિયાદ મળતાની સાથે આજ રોજ ACB ટિમ દ્વારા છટકું ગોઠવી આજીડેમ પોલીસ ચોકીના દરવાજા સામે આવેલ ટ્રાફિક ભવન પૂર્વ વિભાગના કેમ્પસમાં GRD મનોજભાઇ બાબુભાઇ ચૌહાણને ફરિયાદી પાસેથી લાંચની રકમ રૂ.10,000 સ્વીકારતા ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    દીકરી જન્મતા સાસરિયાએ પરિણીતાને ત્રાસ આપી ઘરમાંથી કાઢી મૂકી:પુત્ર ન આપ્યાનું કહી પતિ, સાસુ-સસરા સામે 24 વર્ષીય મહિલાએ ફરિયાદ નોંધાવી
    Next Article
    તબીબી સારવાર સાથે માનવતાનો સ્પર્શ:સિવિલ હોસ્પિટલની ટીમે 3 વર્ષથી ગોઠણનાં દુઃખાવાથી પીડાતા દર્દીને ચાલતા કર્યા, અસહાય વિક્રમભાઈને મળ્યો આત્મીયતાનો સહારો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment