Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દીકરી જન્મતા સાસરિયાએ પરિણીતાને ત્રાસ આપી ઘરમાંથી કાઢી મૂકી:પુત્ર ન આપ્યાનું કહી પતિ, સાસુ-સસરા સામે 24 વર્ષીય મહિલાએ ફરિયાદ નોંધાવી

    9 hours ago

    પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ઝઝામ ગામની 24 વર્ષની એક મહિલાએ તેના સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. મહિલાનો આરોપ છે કે દીકરીનો જન્મ થતાં તેના પતિ, સાસુ અને સસરાએ તેને શારીરિક અને માનસિક ત્રાસ આપી ઘરમાંથી કાઢી મૂકી છે. આ મામલે સાંતલપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો છે. ઝઝામ ગામની ક્રિષ્નાબેન સોલંકીના લગ્ન વર્ષ 2022માં ચારંડા ગામના કિરણભાઈ લાલભાઈ બઢીયા સાથે થયા હતા. તેમને 2.5 વર્ષની મીનાક્ષી નામની દીકરી છે. ક્રિષ્નાબેનના કહેવા મુજબ, દીકરીનો જન્મ થતાં જ સાસરિયા નારાજ થયા હતા. પતિ કિરણભાઈ, સસરા લાલભાઈ દેવશીભાઈ બઢીયા અને સાસુ રતનબેન લાલભાઈ બઢીયા વારંવાર કહેતા હતા કે 'તમે ઘરનો વારસ આપી શક્યા નથી'. તેઓ મેણા-ટોણા મારી શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા. આ પહેલા પણ, જ્યારે દીકરી 2 મહિનાની હતી, ત્યારે ક્રિષ્નાબેનને ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. ત્યારે તેઓ લગભગ 1.5 વર્ષ સુધી પિયરમાં રહ્યા હતા. સામાજિક રીતે સમજાવટ થયા પછી તેઓ ફરી સાસરે ગયા, પણ સાસરિયાઓનો વ્યવહાર બદલાયો નહીં. 28 જુલાઈ 2026ના રોજ બપોરે સાસુ અને સસરાએ ક્રિષ્નાબેન પાસેથી દીકરીને છીનવી લીધી અને ગાળો બોલી તેમને ઘરમાંથી કાઢી મૂક્યા. તે સમયે ક્રિષ્નાબેને 112 નંબર પર પોલીસને જાણ કરી હતી. પોલીસે ત્યાં પહોંચી દીકરીને તેમને પાછી અપાવી હતી. આ ઘટના પછી ક્રિષ્નાબેન પોતાના પિયર આવી ગયા હતા. તેમના પરિવાર અને સગા-સંબંધીઓએ સાસરિયા પક્ષ સાથે સમાધાન કરાવવાનો પ્રયાસ કર્યો. જોકે, પતિ અને સાસરિયાઓએ ક્રિષ્નાબેન અને તેમની દીકરીને સાથે રાખવાની ચોખ્ખી ના પાડી દીધી. સામાજિક રીતે સમાધાન ન થતાં, છેવટે ક્રિષ્નાબેને સાંતલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. પોલીસે પતિ કિરણભાઈ બઢીયા, સસરા લાલભાઈ બઢીયા અને સાસુ રતનબેન બઢીયા સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    ઝાડેશ્વર અભિનવ એવન્યુના ગણપતિ બાપાને સાતમા દિવસે વિદાય:ઢોલ-નગારા, ડીજેના તાલે ભવ્ય યાત્રા નીકળી, ભક્તોએ ગુલાલ ઉડાવી નર્મદામાં વિસર્જિત કર્યા
    Next Article
    આજીડેમ પોલીસ સ્ટેશનના ASI અને GRD ₹10,000ની લાંચ લેતા ઝડપાયો:મારામારી કેસમાં આરોપીને જેલમાં ન રાખી અને જામીન અપાવવા રૂપિયાની માંગ કરી હતી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment