Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઝાડેશ્વર અભિનવ એવન્યુના ગણપતિ બાપાને સાતમા દિવસે વિદાય:ઢોલ-નગારા, ડીજેના તાલે ભવ્ય યાત્રા નીકળી, ભક્તોએ ગુલાલ ઉડાવી નર્મદામાં વિસર્જિત કર્યા

    9 hours ago

    ભરૂચ શહેર સહિત જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં ગણેશ મહોત્સવની ઉજવણી થઈ રહી છે. અલગ અલગ સોસાયટીઓ, શેરીઓ અને જાહેર જગ્યાઓ પર ગણપતિ બાપાની મૂર્તિઓ સ્થાપિત કરાઈ હતી. ભક્તોએ સાત દિવસ સુધી ભાવપૂર્વક પૂજા કર્યા બાદ હવે શ્રીજીને વિદાય અપાઈ રહી છે. ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલા અભિનવ એવન્યુમાં સ્થાપિત કરાયેલા ગણપતિ બાપાની મૂર્તિને પણ આજે સાતમા દિવસે શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે વિદાય અપાઈ. ગણેશજીની મૂર્તિની ભવ્ય વિસર્જન યાત્રા ધાર્મિક માહોલ વચ્ચે કાઢવામાં આવી હતી. વિસર્જન યાત્રામાં મોટા પ્રમાણમાં ગણેશ ભક્તો જોડાયા હતા. ઢોલ-નગારા અને ડીજેના તાલે ભક્તો ગણપતિ બાપાના જયઘોષ સાથે ઝૂમી રહ્યા હતા. આખી યાત્રા દરમિયાન ગુલાલ ઉડાડવામાં આવતા વાતાવરણ ગણેશમય બન્યું હતું. ભક્તોમાં શ્રીજીને વિદાય આપવાનો ભાવુક માહોલ હતો. સાત દિવસ સુધી ગણપતિ બાપાની સેવા-પૂજા અને આરાધના કર્યા બાદ ભક્તોએ ભારે હૃદયે શ્રીજીને વિદાય આપી. છેલ્લે ગણપતિ બાપાની મૂર્તિને મા નર્મદાના પવિત્ર પાણીમાં વિસર્જિત કરાઈ. વિસર્જન સમયે ભક્તોએ ‘ગણપતિ બાપા મોરિયા’નો જયઘોષ કરતા આવતા વર્ષે વહેલા પધારવા પ્રાર્થના કરી.
    Click here to Read More
    Previous Article
    ઉમરગામમાં જાહેરમાં યુવકે ગળે ચાકુ ફેરવ્યું, લોહીનું ખાબોચિયું ભરાયું:ભરબજારે ફસડાઇને પડ્યો રહ્યો ને લોકો વીડિયો બનાવતા રહ્યા, ભાઈએ કહ્યું-બહેનના લગ્ન અને ઘર બનાવવાની ચિંતામાં હતો
    Next Article
    દીકરી જન્મતા સાસરિયાએ પરિણીતાને ત્રાસ આપી ઘરમાંથી કાઢી મૂકી:પુત્ર ન આપ્યાનું કહી પતિ, સાસુ-સસરા સામે 24 વર્ષીય મહિલાએ ફરિયાદ નોંધાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment