Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉમરગામમાં જાહેરમાં યુવકે ગળે ચાકુ ફેરવ્યું, લોહીનું ખાબોચિયું ભરાયું:ભરબજારે ફસડાઇને પડ્યો રહ્યો ને લોકો વીડિયો બનાવતા રહ્યા, ભાઈએ કહ્યું-બહેનના લગ્ન અને ઘર બનાવવાની ચિંતામાં હતો

    10 hours ago

    વલસાડ જિલ્લાના ઉમરગામમાં ચકચારી ઘટના સામે આવી છે. પાલિકા વિસ્તારના વોર્ડ નંબર-3માં યશોધામ સિદ્ધિ વિનાયક મંદિર પાછળ, હરીશ કંપની સામે ગોકુલધામ નજીક એક યુવકે જાહેરમાં પોતાના ગળા પર ચાકુ ફેરવી આત્મહત્યાનો પ્રયાસ કરતાં ભારે ચકચાર મચી ગઈ હતી. લોહીલુહાણ હાલતમાં યુવક ઢળી પડ્યા બાદ તેને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનામાં યુવકના ભાઈએ બહેનના લગ્નની ચિંતા હોવાથી આવું કર્યું હોવાનું કહ્યું હતું. જાહેરમાં ગળા પર ચાકુ ફેરવી ગંભીર ઈજા પહોંચાડી ગાંધીવાડી અનવરભાઈની ચાલમાં રહેતા 32 વર્ષીય સોનુકુમાર અશોક પ્રસાદ કુશવાહે ગઈકાલે 16 તારીખે અચાનક હાથમાં રહેલા ચાકુ વડે પોતાના ગળાના ભાગે ઈજા પહોંચાડવાનું શરૂ કર્યું હતું. યુવકને લોહીલુહાણ હાલતમાં જોઈ આસપાસના લોકો તેને બચાવવા માટે દોડી આવ્યા હતા. જોકે, ગંભીર રીતે ઘવાયેલી સ્થિતિમાં પણ યુવકે બચાવવા આવેલા લોકો પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો અને પોતાને વધુ ઈજા પહોંચાડવાનું ચાલુ રાખ્યું હતું. પરિવારની ચિંતા અને માનસિક તણાવમાં હોવાની માહિતી પરિવારના સભ્ય રમેશ પ્રસાદના જણાવ્યા મુજબ, સોનુકુમાર મૂળ બિહારનો વતની છે અને છેલ્લા ત્રણ વર્ષથી ઉમરગામમાં રહીને કામ કરતો હતો. છેલ્લા કેટલાક દિવસોથી તે ભારે માનસિક તણાવમાં રહેતો હોવાનું જણાવાયું છે. બહેનના લગ્ન અને ઘર બનાવવાની ચિંતાને લઈને તે ઉદાસ રહેતો હતો. ઘટનાના દિવસે પણ તે બપોરનું લંચ લીધા વગર ઘરેથી નીકળી ગયો હતો અને ત્યારબાદ તેણે આ પગલું ભર્યું હતું. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ આ ઘટનાને પગલે સ્થળ પર લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. કેટલાક લોકોએ સમગ્ર ઘટનાનો વીડિયો પોતાના મોબાઈલમાં રેકોર્ડ કરી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. ગળાના ભાગે ગંભીર ઈજા થતાં યુવક લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યો હતો. 108 મારફતે પ્રથમ CHC અને બાદમાં સિવિલ હોસ્પિટલ ખસેડાયો ઘટનાની જાણ થતાં સ્થાનિકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. એમ્બ્યુલન્સ મારફતે સોનુકુમારને પ્રથમ ગાંધીવાડી CHC ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. ત્યાં તેની હાલત ગંભીર જણાતાં વધુ સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ગળામાં ગંભીર ઈજા હોવાના કારણે હાલ યુવક બોલી શકે તેવી સ્થિતિમાં ન હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને લઈને પોલીસ સ્ટેશનમાં વર્ધી નોંધાઈ છે.
    Click here to Read More
    Previous Article
    ઈટાલિયાએ તો ભારે કરી, સીધું ભેંસને આવેદન આપવા પહોંચી ગયા:ભૂરી ભેંસે મોઢું ફેરવતી લેતા ધારાસભ્યએ ચાબખા માર્યા, કહ્યું- સરકાર ભેંસ જેવી, ખેડૂતોના પ્રશ્નોની વાત આવે ત્યારે મોઢું ફેરવી લે છે
    Next Article
    ઝાડેશ્વર અભિનવ એવન્યુના ગણપતિ બાપાને સાતમા દિવસે વિદાય:ઢોલ-નગારા, ડીજેના તાલે ભવ્ય યાત્રા નીકળી, ભક્તોએ ગુલાલ ઉડાવી નર્મદામાં વિસર્જિત કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment