Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાળી ચૌદસે વિસોન્દીયા હનુમાનજી મંદિરે હવન યોજાયો:રામપર-વાધા હડીયાણા સીમાડે ભક્તોએ આહુતિ આપી; મહંત પરમેશ્વરાનંદ બાપુના માર્ગદર્શનથી યુવાનોએ આયોજન કર્યું

    14 hours ago

    જામનગર જિલ્લાના રામપર અને વાધા હડીયાણા ગામની સીમા પર આવેલા વિસોન્દીયા હનુમાનજી મંદિરે કાળી ચૌદસે હવન યોજાયો. રામપર અને વાધા હડીયાણા સહિત આસપાસના ગામોના ભક્તો તેમાં જોડાયા હતા. મંદિરના મહંત પરમેશ્વરાનંદ બાપુના માર્ગદર્શન હેઠળ રામપરના યુવાનોએ હવનનું આયોજન કર્યું હતું. ભક્તોએ દર્શન કર્યા અને યજ્ઞમાં આહુતિ આપી. મોડી રાત સુધી ચાલેલા કાર્યક્રમ દરમિયાન ભક્તોએ ‘જય શ્રીરામ’ અને હનુમાનજીના જયઘોષ કર્યા. લોકવાયકા મુજબ, વિસોન્દીયા હનુમાનજીનું મંદિર પાંડવકાળનું છે. ભક્તોની માન્યતા છે કે અહીં સાચા હૃદયથી પ્રાર્થના કરવાથી મનોકામના પૂર્ણ થાય છે. મહંત પરમેશ્વરાનંદ બાપુએ જણાવ્યું કે શાસ્ત્રો મુજબ કાળી ચૌદસ હનુમાનજી અને મહાકાળી માતાના પ્રાગટ્યનો દિવસ છે. આ રાત્રે કરેલી સાધના, જપ કે તપનું પુણ્ય સો ગણું મળે છે, એવી શાસ્ત્રોમાં માન્યતા છે. તેમણે કહ્યું કે કોઈ ફળની અપેક્ષા રાખ્યા વિના સૌના સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્ય માટે યજ્ઞમાં આહુતિ અપાઈ હતી. આશ્રમમાં દર વર્ષે કાળી ચૌદસે યજ્ઞ, મંત્રજાપ અને હનુમાન ચાલીસાના પાઠ યોજાય છે. બાપુએ લોકોને કાળી ચૌદસ અશુભ હોવાની અને ભૂત-પ્રેતની માન્યતાઓથી દૂર રહેવા કહ્યું. તેમણે હનુમાનજીનું સ્મરણ કરવાથી વહેમ અને ભય દૂર થાય છે તેમ જણાવ્યું અને ‘ભૂત પિશાચ નિકટ નહિ આવે, મહાવીર જબ નામ સુનાવે’ પંક્તિનો ઉલ્લેખ કર્યો. ​શાસ્ત્ર અનુસાર કાળી ચૌદસ એ હનુમાનજી મહારાજનો જન્મદિવસ છે અને આ રાત્રિ મંત્ર-સાધના માટે અતિ ઉત્તમ છે. રામપર સ્થિત વિસોન્દીયા હનુમાનજી આશ્રમ ખાતે સૌના કલ્યાણ અને નિરોગી આયુષ્ય માટે દર વર્ષે યજ્ઞ યોજાય છે. કાળી ચૌદસ અંગે ફેલાયેલી અંધશ્રદ્ધા કે વહેમથી દૂર રહી લોકોએ હનુમાનજી મહારાજમાં શ્રદ્ધા રાખવી જોઈએ; દાદાના નામસ્મરણ માત્રથી તમામ ભય દૂર થાય છે.
    Click here to Read More
    Previous Article
    5 વર્ષમાં ડિફેન્સ એક્સપોર્ટ સાડા 4 ગણો થયો:₹38 હજાર કરોડને પાર, તેમાં પ્રાઈવેટ સેક્ટરનો 45% હિસ્સો
    Next Article
    અદાણી કંપનીના ડેપ્યુટી મેનેજર સાથે ઠગાઈ:RTOની ઈ-ચલણની APK ફાઈલ મોકલી ગઠિયાઓએ ખાતામાંથી 3.26 લાખ ટ્રાન્સફર કરી લીધા, સાયબર ક્રાઈમની તપાસનો ધમધમાટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment