Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    RTO ચલણની APK ફાઇલ ડાઉનલોડ કરતાં 11.87 લાખ ઉપડી ગયા:ઓઢવના યુવકે અજાણ્યા નંબર પરથી આવેલી ફાઇલ ડાઉનલોડ કરતા મોબાઈલ હેક થઈ ગયો

    1 day ago

    સાયબર ગઠીયાઓ દ્વારા APK ફાઇલ મોકલીને મોબાઇલ હેક કરી ખાતામાંથી પૈસા પડાવવામાં આવે છે, ત્યારે વધુ એક યુવક સાથે RTO ચલણની APK ફાઇલ મોકલી 11.87 લાખ ઉપાડી લીધા છે. ઓઢવના યુવકે ફાઇલ ડાઉનલોડ કરતા મોબાઈલ હેક થઈ ગયો હતો. યુવકે અજાણ્યા શખ્સ સામે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે. RTO ચલણની APK ફાઇલ મોકલી 11.87 લાખ ઉપાડી લીધા ઓઢવના રહેતો 35 વર્ષીય યુવક ખાનગી કંપનીમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરે છે. યુવકના ફોનમાં અજાણ્યા નંબર પરથી RTO ચલણની APK ફાઇલ આવી હતી. જે ફાઇલ ડાઉનલોડ કરી યુવકે તેમાં નામ, સરનામું સહિતની વિગત ભરી હતી. આ દરમિયાન યુવકનો ફોન અચાનક ચોંટી ગયો હતો. યુવકના ફોનમાં અલગ અલગ OTP આવવાના શરૂ થયા હતા, પરંતુ યુવકે ધ્યાન આપ્યું ન્હોતું. ગઠીયાઓએ બેંક એકાઉન્ટ સંપૂર્ણ ખાલી કરી નાખ્યું બીજા દિવસે જ્યારે યુવકે બેંકમાં મેસેજ જોયા ત્યારે યુવકના ખાતામાંથી અલગ અલગ ટ્રાન્ઝેક્શન થયાના મેસેજ હતા જેથી યુવકે બેંકમાં જઈને તપાસ કરી તો તેનું બેંક એકાઉન્ટ સંપૂર્ણ ખાલી થઈ ગયું હતું. યુવકના ખાતામાંથી કુલ 11.87 લાખ અજાણ્યા વ્યક્તિએ ટ્રાન્સફર કરી દીધા હતા જે અંગે યુવકે સાયબર ક્રાઈમ હેલ્પલાઇનનો સંપર્ક કરી સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે.
    Click here to Read More
    Previous Article
    ચૈતર વસાવા સામે વધુ એક કાનૂની પડકાર:પોલીસની છબી ખરડવાના કેસમાં 29 જુલાઈએ ભરુચ કોર્ટમાં હાજર રહેવાનો આદેશ; 2024નો વિવાદાસ્પદ નિવેદનનો મામલો
    Next Article
    પ્રિ-મોન્સુનના નામે કરોડોનો ધુમાડો, રંગમતીમાં ગંદકી:કમિશનરની અધિકારીઓ સાથે મુલાકાત, સફાઇની સૂચના‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment