Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રિ-મોન્સુનના નામે કરોડોનો ધુમાડો, રંગમતીમાં ગંદકી:કમિશનરની અધિકારીઓ સાથે મુલાકાત, સફાઇની સૂચના‎

    2 दिन पहले

    ચોમાસું હવે ગણતરીના દિવસોમાં જ શરૂ થવા જઈ રહી છે, ત્યારે જામનગર મહાનગરપાલિકા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રિ-મોન્સુન કામગીરીના નામે કરોડો રૂપિયાનું આંધણ કરવામાં આવ્યું હોવાના મોટા-મોટા દાવા કરવામાં આવી રહ્યા છે. પરંતુ તંત્રના આ તમામ દાવાઓ માત્ર કાગળ પર જ હોય તેવું વાસ્તવિક ચિત્ર સામે આવ્યું છે. શહેરની મધ્યમાંથી પસાર થતી મુખ્ય રંગમતી નદીની સફાઈ કરવામાં મનપાનું તંત્ર ઘોર નિદ્રામાં હોય તેમ નદીની યોગ્ય સફાઈ કરવામાં આવી નથી. જેના કારણે આગામી ચોમાસાને લઈને લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. શહેરની રંગમતી નદીમાં હાલમાં બિનજરૂરી વનસ્પતિઓ, કચરાના ઢગલા, જળકુંભી વેલ અને કેરણનું સામ્રાજ્ય યથાવત જોવા મળી રહ્યું છે. નદીનું પટ્ટ કચરા અને વનસ્પતિઓથી આચ્છાદિત થઈ ગયું હોવાના કારણે નદીની જળવહન ક્ષમતા નહિવત થઈ ગઈ છે. જો ચોમાસા દરમિયાન ઉપરવાસમાં ભારે વરસાદ થાય, તો નદીમાં આવતા પૂરના પાણીના નિકાલ માટે કોઈ માર્ગ બચ્યો નથી. રંગમતી નદીની આ ભયાવહ સ્થિતિને જોતા જામનગર શહેરના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા હજારો લોકોમાં અત્યારથી જ જળબંબાકારની દહેશત ફેલાઈ રહી છે. મંગળવારે કમિશનર દિપેશ કેડીયાએ અધિકારીઓ સાથે નદીની મુલાકાત લઇને તાત્કાલિક અસરથી ગંદકીની સફાઇ કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. જેનું તાત્કાલિક કામ શરૂ કરવા પણ આદેશ કરાયો છે.
    Click here to Read More
    Previous Article
    RTO ચલણની APK ફાઇલ ડાઉનલોડ કરતાં 11.87 લાખ ઉપડી ગયા:ઓઢવના યુવકે અજાણ્યા નંબર પરથી આવેલી ફાઇલ ડાઉનલોડ કરતા મોબાઈલ હેક થઈ ગયો
    Next Article
    પ્રવેશોત્સવને લઇ સંગઠન સાથે બેઠક નહીં થતાં સસ્પેન્સ:આજે મનપા કમિટીઓની રચના પણ કેટલી બનશે તે નક્કી નથી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment